અમદાવાદ
આઇપીએલ ૨૦૨૩ ની ૫૦મી મેચ ૭ મે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ ૈંઁન્ની ઐતિહાસિક મેચ સાબિત થવા જઈ રહી છે. કારણ કે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં પ્રથમ વખત બે ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સામે રમી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ૈંઁન્ ૨૦૨૩માં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ત્યાં જ કેએલ રાહુલની ઇજા પછી કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળતા જાેવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત અને લખનૌ વચ્ચેની મેચમાં બંને ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સામે રમ્યા ત્યારે ઈતિહાસ સર્જાયો હતો. ૈંઁન્માં આ પહેલીવાર છે જ્યારે ૈંઁન્ મેચમાં બે ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સામે રમી રહ્યા છે. પંડ્યા પરિવાર માટે આ ગર્વની વાત છે. પંડ્યા ભાઈઓના પરિવાર માટે આ એક ખાસ દિવસ છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટોસ દરમિયાન પોતાના પિતાને યાદ કરતો જાેવા મળ્યો હતો. તેણે કહ્યું, ‘આ એક ભાવનાત્મક દિવસ છે, અમારા પિતાને અમને અહીં જાેઈને ગર્વ થયો હશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે, તેથી અમારા પરિવારને અમારા પર ગર્વ છે. એક પંડ્યા આજે ચોક્કસપણે જીતશે. જ્યારે મોટા ભાઈ કૃણાલે કહ્યું, ‘પોતાની ટીમોની કેપ્ટનશિપ કરવી એ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે’. જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આ સિવાય હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની વાત કરીએ તો બંને ભાઈઓ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં હાર્દિક ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરતો જાેવા મળ્યો છે. તે ભારતના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે.
