Gujarat

આઈ.ટી.આઈ. જામનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ

જાન્યુઆરી, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર જામનગર તથા
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જામનગરના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ જામનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
કરવામાં આવી હતી. જે કાર્યક્રમના ઉપક્રમે સ્વામી વિવેકાનંદના વિચારો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વકતવ્ય સ્પર્ધાઓનું
આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાબવાની મિનાજ ફિરોજભાઈ પ્રથમ ક્રમે, જાડેજા મનદીપસિંહ દ્રિતીય ક્રમે તથા વરણ
અવની રાધેશ્યામભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. આ તમામ વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માનિત
કરાયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને હુગલી ખાતે યોજાયેલ યુવા દિવસના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ
યુવાઓને બતાવવામાં આવેલ.આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારીશ્રી શિખર રસ્તોગી,
ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમ વઘોરા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક દિપાલી રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં
જામનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીન પઠાણ, આઈ.ટી.આઈ સિનિયર ફોરમેન શ્રી જાડેજા, વિદિશાબેન,
મનીષભાઇ, પ્રવીણભાઇ ગોસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

.આઈ.-જામનગર-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *