Gujarat

આઈ.ટી.આઈ સાવરકુંડલા ખાતે તા.૧૩ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાશે

આઈ.ટી.આઈ સાવરકુંડલા ખાતે તા.૧૩ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાશે

અમરેલી, તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) અમરેલી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) સાવરકુંડલા ખાતે આગામી તા.૧૩ ફેબ્રુઆરી, ૨૩ ને સોમવારના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાશે. આ એપ્રેન્ટીસ મેળામાં આઈ.ટી.આઈના વિવિધ ટ્રેડ જેવા કે, મિકેનિક, કો.પા, એમ.એમ.વી તેમજ ધો.૧૦-ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. આ એપ્રેન્ટીસ મેળામાં વિવિધ ખાનગી અગ્રગણ્ય એકમો દ્વારા તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવશે. એપ્રેન્ટીસ મેળાનો પ્રારંભ આઈ.ટી.આઈ સાવરકુંડલા મહુવા રોડ, ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યાથી થશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ એપ્રેન્ટીસ મેળાનો લાભ લેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જય ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *