Gujarat

આગામી તા. ૧૭ ફેબ્રુઆરીના કાલાવડમાં નિઃશુલ્ક આયુષ નિદાન કેમ્પનું આયોજન

હર દિન હર ઘર આયુર્વેદ' અંતર્ગત આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ/ હોમિયોપેથીના
સિધ્ધાંતોનું લોક માનસમાં પ્રચાર-પ્રસાર થાય અને લોકો આયુર્વેદનો મહત્તમ ઉપયોગ કરીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારી
રોગો સામે રક્ષણ મેળવે તેવા હેતુથી જૈન ભોજનશાળા, કાલાવડ મુકામે આગામી તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૦૯:૩૦
કલાકથી બપોરે ૦૩:૦૦ કલાક સુધી નિઃશુલ્ક આયુષ નિદાન કેમ્પનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,
ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે.
આ આયુષ મેળામાં ૮ સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેમાં આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર, હોમિયોપેથી સર્વરોગ નિદાન
સારવાર, પ્રકૃતિ પરીક્ષણ/ નાડી પરીક્ષણ, સુવર્ણ પ્રાશન, પંચકર્મ/ અગ્નિકર્મ માર્ગદર્શન, યોગા માર્ગદર્શન, રોગ પ્રતિકારક ઔષધ
વિતરણ, સંશિમની વટી આર્સેનિક આલ્બમ, આયુર્વેદ ચાર્ટ પ્રદર્શન, સ્વસ્થવૃત માર્ગદર્શન, વૃધ્ધાવસ્થા જન્ય રોગોની ઓ. પી.
ડી., ઔષધ રોપા વિતરણ, સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણ, રસોડા ઔષધીય પ્રદર્શન તેમજ સ્ટોલ પર આયુષ સબંધી સેવાઓ
આપવામાં આવશે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. ફોરમ પરમારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *