ભારતના ચૂંટણી પંચ ન્યુ દિલ્હી દ્વારા તા.૦૫-૦૪-૨૦૨૩(બુધવાર) થી તા.૨૩-૦૪-
૨૦૨૩(રવિવાર) સુઘી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મતદારયાદીમાં તમારું નામ
દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુઘારા માટે ઉપર દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન આપ અરજી કરી શકાશે.
આ માટે તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં તમામ યુવા નાગરિકો માટે મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ
દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંઘણી કરવા માટે ફોર્મ નં.૬, મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા
દાખલ કરનાર નામ સામે વાંઘો લેવા માટે ફોર્મ નં. ૭, રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુઘારા માટે, જુનું EPIC
બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંઘ કરાવવા માટે ફોર્મ નં.૮ ભરી શકો છો. તેમજ ચૂંટણીકાર્ડ સાથે આઘાર કાર્ડ લિંક
કરવા માટે ફોર્મ નં.૬-ખ ભરી શકો છો.
જેની ઉંમર તા.૦૧ ઓકટોબર, ૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ થતી હોય તે મતદારયાદીમાં નામ નોંધણી માટે અરજી કરી શકશે. પરંતુ
નામ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીમાં નોંધાશે. મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા Voter Helpline
Moblie Appથી, www.nvsp.in, તથા www.voterportal.eci.gov.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન
જ ફોર્મ ભરી શકો છો અથવા આપના જિલ્લા કલેકટરશ્રીની કચેરી, પ્રાંત અઘિકારીશ્રીની કચેરી, મામલતદારશ્રીની કચેરી કે
આપના વિસ્તારના બૂથ લેવલ ઓફીસરશ્રીનો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો.
આગામી તા.૧૬ અને તા.૨૩ એપ્રિલ આ બન્ને ખાસ ઝુંબેશના દિવસોએ મતદાન કેન્દ્ર ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે
પ:૦૦ વાગ્યા સુઘીમાં બી.એલ.ઓ.શ્રીના રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.
મુખ્ય નિર્વાચન અઘિકારીશ્રી, ગુજરાત રાજયની ઓફિશિયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ પરથી આપ
મતદારયાદીમાં નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો
છો.મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર પણ સંપર્ક કરી શકાશે. ચૂંટણી કાર્ડ તેમજ
મતદારયાદીને લગત તમામ માહિતીથી નિયમિત જાણકારી મેળવવા જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી, જામનગરના
ફેસબુક પેજ, ટવિટર એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (DeoJamnagar)ને અવશ્ય ફોલો કરવા નાયબ જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
