જામનગર રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ,જામનગર ના સયુંકત ઉપક્રમે તા:૦૮/૦૫/૨૦૨૩ના રોજ
સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર કચેરી, આઇટીઆઈ કેમ્પસ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર
ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થીત રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. રોજગાર વાચ્છું
ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ બાયો ડેટા, અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉપસ્થીત રહેવા તેમજ
જાણકારી માટે કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક, રોજગારની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.
