Gujarat

આગામી તા.26 એપ્રિલના ધ્રોલમાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અરજદારોએ આગામી તા. 10 એપ્રિલ સુધીમાં ધ્રોલ મામલતદાર કચેરીને અરજી કરવાની રહેશે
જામનગર તા. 01 એપ્રિલ, 'સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય, તે માટે
તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. 26/04/2023 ના
રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને
ધ્રોલ મામલતદાર કચેરી, મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી અરજદારોએ આગામી તા. 10 એપ્રિલ સુધીમાં તેમની અરજી
ઉપરોક્ત જણાવેલા સરનામાં પર મોકલી આપવાની રહેશે.
અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત,
(1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ.
તેમજ રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.
(2) આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.
(3) આ કાર્યક્રમમાં અરજદાર રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, ધ્રોલ દ્વારા અનુરોધ કરવામાં
આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *