Gujarat

આગામી ૪ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે થશે વરસાદ ઃ IMD

અમદાવાદ
આખુ વર્ષ ખેડૂતો પાકની પાછળ મનમુકીને મહેનત કરતા હોય છે. જેથી તેમને વર્ષાંતે પોતાના પાકના બદલામાં પોષણ ક્ષમ ભાવ મળી રહે. પણ જ્યારે રૂપિયા કમાવવાની સિઝન આવે એ પહેલાં જ જાે તૈયાર પાક પર માવઠાનો માર પડે તો ખેડૂતની દશા બેસી જાય છે. આગામી ૪ દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરાઈ છેકે, આગામી ૪ દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ થયો. ધાનેરા વિસ્તારમાં વહેલીસવારે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો. બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડામાં વરસાદ પડ્યો. ગાજવીજ સાથે કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. સતત બીજા દિવસે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કારણકે, આખા વર્ષની મહેનત પર મુસીબત રૂપી પાણી ફરવાનો ડર જગતના તાતને સતાવી રહ્યો છે. ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આગામી ત્રણ દિવસમાં ૩ ડિગ્રી ઓછું તાપમાન થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્‌યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે. મહત્વનું છે કે હાલ ભરઉનાળે રાજ્યભરમાં માવઠા થઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં માવઠા થવા માટે સૂર્યની ગરમી જવાબદાર છે. કારણ કે મહાસાગરમાં ચાલતા ગરમ પ્રવાહને સૂર્યની ગરમી ઉત્તેજિત કરે છે. જેને લીધે મહાસાગરોમાં પાણીની વરાળ થઈ જાય છે અને મહાસાગરોની વરાળ બનતા છેવડે વરસાદ વરસે છે. તો બીજુ કારણ જાેઈએ તો પૃથ્વીની પ્રાંત અને ગતિના લીધે રાશિ ચક્ર પશ્ચિમ તરફ ખસે છે. જેથી ઉનાળામાં શિયાળો અને માવઠું થાય છે.

File-01-Paga-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *