અમદાવાદ
અમદાવાદનાં આજે ૬૧૨ વર્ષ પૂરાં થયાં છે, પણ આટલાં વર્ષ દરમિયાન શહેરની ઓળખ બદલાતી રહી છે. એક સમયે પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે સિદી સૈયદની જાળી અને કાંકરિયા તળાવ અમદાવાદની ઓળખ હતા, આજે અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માનચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં આજે મોલ કલ્ચર ફેલાઈ ગયું છે. બહારથી લોકો એએમટીએસની લાલ બસનો અભ્યાસ કરવા આવતા હતા. લક્કડિયો પુલ પણ એક સમયે અમદાવાદની ઓળખ ગણાતો હતો, આજે આ ઓળખ નામશેષ થઈ ગઈ છે. શહેર કોટ બહાર કેવી રીતે ગયું? આક્રમણોથી બચવા લોકોએ વિકાસની રાહ ચીંધી ને ૧૮૩૧માં ટાઉનવોલ ફંડ કમિટી બની માણેકનાથ બાવા દિવસભર ગોદડીમાં દોરા ભરતા અને રાત પડે તે દોરા કાઢી નાખતા. દિવસ દરમિયાન અહેમદશાહે બંધાવેલો કોટ પડી જતો તેવી દંતકથા છે. પાછળથી બાદશાહ અને માણેકનાથ વચ્ચે સમજૂતિ થઈ. તેમની યાદમાં માણેકચોક અને માણેક બુરજ બન્યા. લગભગ પોણા છ માઇલની લંબાઈ ધરાવતો શહેરોનો કોટ, દરવાજા અને કાંગરા શત્રુઓના આક્રમણ અને ઘોડાપૂરના કારણે નુકસાન પામ્યા હતા. ગાબડાં પડી ગયાં હોવાથી ચોરનો ઉપદ્રવ વધ્યો હતો જેથી અમદાવાદીઓએ સામે ચાલીને નગરનો વિકાસ કરવાનું નક્કી કર્યું. શહેરમાં આયાત-નિકાસ થતી ચીજવસ્તુઓ પર સ્વૈચ્છિક વેરો નક્કી થયો અને કોટના સમારકામ માટે ૪ સભ્યોની કમિટી બનાવાઈ. ૨૨ એપ્રિલ ૧૮૩૧ના રોજ ‘ટાઉનવોલ ફંડ કમિટી’ને મંજૂરી અપાઈ જે નાગરિકોએ સ્થાપેલી ભારતની સ્થાનિક શાસનની પહેલી સંસ્થા બની જેણે અમદાવાદીઓને ગૌરવ પણ અપાવ્યું. આજ કોટ ૧૯૨૭ની કોર્પોરેશનની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બન્યો. શહેરમાં કોટ તોડવાનો વ્યાપક વિરોધ થયો અને મ્યુનિ. પ્રમુખ વલ્લભભાઈ પટેલે નગરના વિકાસ માટે કોટ તોડવાનો હુકમ કર્યો. ધીરે ધીરે કોટની દીવાલો તૂટવા લાગી અને કોટની દીવાલ બહાર નવી ટાઉનશીપો વિકસવા લાગી. આજે દૂર દૂર સુધી વિકાસ થયો પણ તેના મૂળિયા ‘ટાઉનવોલ ફંડ કમિટી’માં રહેલા છે. હાલ રહેલા દરવાજા અને કોટ અવશેષરૂપે બચી ગયા છે. ત્રણ દરવાજા છ સદીના ઇતિહાસની ગવાહી આપે છે. ૧૮૮૭ સુધી ત્રણ દરવાજા પર નળિયાવાળું છાપરું હતું. ત્યાર પછી ખુલ્લું ધાબું બન્યું. આ દરવાજા સહિત અલગ અલગ દરવાજાથી શહેર ઓળખાયું. એવી જ રીતે પોળ કલ્ચરથી પણ શહેર ઓળખાયું. એક જમાનામાં સરખેજ વિસ્તાર, વસતી અને વેપાર માટે પ્રખ્યાત હતો. વિશ્વમાં ઢાકાની ગળીની જેમ સરખેજની ગળી વખણાતી. એક જ સ્થળે રોજા, મકબરા, મસ્જિદ, તળાવ, મહેલ ભાગ્યે જ જાેવા મળે, તે સરખેજમાં છે. ???????૧૯૭૦-૭૫ દરમિયાન શહેરમાં ૮૦થી વધુ ટેક્સટાઈલ મિલ હતી. સવારે-સાંજે વાગતું મિલનું ભૂંગળું અમદાવાદની ઓળખ હતું અને અમદાવાદ માનચેસ્ટર ઓફ ઈન્ડિયા કહેવાતું. સિદી સૈયદ મસ્જિદની બે જાળી અમદાવાદનું લેન્ડ માર્ક બની હતી. ગુજરાતનો આફ્રિકા સાથેનો સંબંધ આ મસ્જિદના કર્તા સિદી સઇદ સાથે જાેડાયેલો છે. સિદી સઇદને બાદશાહ અકબરે હજયાત્રા સંઘના અધિકારી બનાવી મોકલ્યો હતો, ત્યારથી પરત ફર્યા પછી ૨૪ ડિસેમ્બર ૧૫૮૬માં તેનું મૃત્યુ થયું. તેણે જ બનાવેલી મસ્જિદમાં તેને દફન કરવામાં આવ્યો. મસ્જિદના મિનારા અને કમાન અધૂરાં રહી ગયાં. અમદાવાદનું લેન્ડ માર્ક છે. અહેમદશાહ બીજાએ બાંધકામનો પ્રારંભ હોઝે કુતુબ એટલે કે તળાવના ખોદકામથી કર્યો હતો. તેની માટીમાં ઘણા કાંકરા હતા, જેમાંથી એક કાંકરો શાહેઆલમને ખૂંચ્યો હતો. બસ ત્યારથી તેનું નામ કાંકરિયા પડ્યું. ૧૯૭૦ના દાયકામાં અમદાવાદ લાલ બસના શહેર તરીકે પણ ઓળખાતું હતું. દેશનાં અનેક શહેરમાંથી લોકો એએમટીએસમાં અભ્યાસ કરવા આવતા. ડબલ ડેકર બસો દોડતી, જેમાં બેસવા પડાપડી પણ થતી હતી.


