આજ રોજ જામનગર જિલ્લા પચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.એન.કન્નર અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામે બસ સ્ટોપ અને સ્કૂલની 100 વાર વિસ્તારમાં તમાકુનું વેચાણ કરનાર દુકાનોમાં LCOTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં હડિયાણા ગામના તમાકુની બનાવટ વેચવા. આપવા કે વેચાણ માટે પ્રતિબંધ મુજબ કુલ ૧૩ કેસ કરેલ જેમાં રૂપિયા ૨૬૦૦ દંડ એકત્ર કરેલ છે. આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસરશ્રી નીરજ મોદી,તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી,જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પો. કો.નિકુલસિંહ વી.જાડેજા હાજર રહેલ હતા…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા..જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


