Gujarat

આજ રોજ હડિયાણા ગામે શ્રી ગોવાબાપા ના મંદિરે ઘડિયા લગ્ન  યોજવામાં આવેલા છે…………………..

ઘડિયા લગ્ન સમિતિ જામનગર. જોડિયા. ધ્રોલ. પડધરી.કાલાવડ. વિસ્તાર ના ઘડિયા લગ્નના સમિતિ ના સાથ સહકાર આપવા માં આવે છે………….
સમિતિ ના સભ્યો ગીરધરભાઈ એચ. પનારા..ઠાકરશીભાઈ ભીમા ણી..મુકેશભાઈ એચ.ભાલોડિયા.. ભીમજીભાઈ કગથરા..શાંતિલાલ ગડારા.. મુકેશભાઈ કાનાણી…
આજ રોજ હડિયાણા ગામના વર અને કન્યા પક્ષના બંને પરિવાર ગામના જ વતની છે.. જેમાં હડિયાણા ગામના અને હાલમાં સુરત રહેતા આ.સૌ. ભારતીબહેન તથા દેવજીભાઈ નાગજીભાઈ કાનાણી ના સુપુત્ર ચી.મયુર ના હડિયાણા ગામના વતની સ્વ ઇન્દુબેન તથા જેન્તીભાઈ ભવાનભાઇ કગથરા ની સુપુત્રી ચી.પૂજા ના લગ્ન તા.08.03.2023 ના રોજ બુધવારે ફાગણ વદ એકમ ના દિવસે રાખેલ છે.ઘડિયા લગ્નમાં સમાજ દ્વારા દરેક પરિવાર ને  આર્થિક. માનસીક. શારીરિક તથા સમયની ઊર્જા ખૂબ મોટા પ્રામાણમાં બચાવી તેમજ સમાજ જીવનમાં ઉતાવળે ઉછીની ફેશન. પશ્ચિમી અનુકરણ.સંપતિવાનના ભબકાથી અંજાય બીન જરૂરી દેવાદાર બનતા અટકાવવા. સમાજનાં નાના પરિવાર ને વગર આગળી પકડયે સ્વમાનભેર ઉભા રહેવા. સામાજિક વાતાવરણ નું નિર્માણ કરવા. બચાવેલ ઉર્જા ને સામાજિક ઉત્થાન તરફ વાળવા. પછેડી જેવડી સોડ તાણી પ્રસંગ ઉકેલવા માટે નું સુંદર આયોજન એટલે ઘડિયા લગ્ન કહેવાય છે…..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ:: હડિયાણા………………..

IMG20230308143525.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *