Gujarat

આણંદમાં તારાપુરમાં સ્ટ્રીટ લાઇટના જાેડાણ કપાયા, વીજળી બીલ બાકી પડતા થઇ કાર્યવાહી

આણંદ
રાજય સરકારે નગરપાલિકા સહિત ગ્રામ પંચાયતોમાં બાકી પડતાં વીજબીલ વસુલવાની ૧૦૦ ટકા કામગીરી કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આણંદ એમજીવીસીએલ તંત્રએ ટીમો બનાવીને તારાપુર ગ્રામ પંચાયતમાં રૂા ૬૦ લાખની ઉપરાંત રકમનું વીજબીલ બાકી પડતું હોવાથી નોટીસ ફટકારવા છતાં વીજબીલ ભરપાઇ કરવામાં નહીં આવતાં સ્ટ્રીટલાઇટોનું કનેકશન કાપી નાંખ્યું છે. જેના કારણે તારાપુર ગામના ૧૮ હજાર લોકોને અંધારા ઉલેચવાનો વખત આવ્યો છે. આણંદ એમજીવીસીએલ કચેરી મોટાભાગે સરકારી તંત્ર સાથે જાેડાયેલી કચેરીઓના મોટામોટા વીજબીલ બાકી પડતાં હોવાથી ખોટ સહન કરવાનો વખત આવે છે.તેને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા તમામ નગરપાલિકા અને પંચાયતના વોર્ટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટ વીજબીલ ઘણા સમયથી બાકી પડે છે.તેવી પંચાયતો અને નગરપાલિકાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આણંદ જિલ્લાની ૧૧ નગરપાલિકા સહિત કેટલીક ગ્રામ પંચાયતો લાખોના વીજબાલી બાકી પડે છે. તેને ધ્યાને લઇને એમજીવીસીએલ દ્વારા એક માસ અગાઉથી બાકી પડતાં વીજબીલ સત્વરે ભરી જવા માટે પાલિકાઓ અને પંચાયતોને નોટીસ પાઠવી હતી.તેમ છતાં વેરાવસુલાતની કામગીરી નબળી સાબિત થયેલી પંચાયતો અને પાલિકા વીજબીલ ભરતી નથી.તેને ધ્યાને લઇને એમજીવીસએલ દ્વારા કડક કાર્યવાહી હાથધરવામાં આવી છે. એમજીવીસીએલદ્વારા તારાપુર ગ્રામ પંચાયતનું રૂા ૬૦ લાખ ઉપરાંતનું વીજબીલ બાકી પડતાં નોટીસ ફટકારી હતી.તેમ છતાં આજદીન સુધી વીજબીલ પંચાયતે ભર્યું નથી. જેથી એમજીવીસીએલ દ્વારા પંચાયતની સ્ટ્રીટલાઇટોનું કનેકશન કાપી નાંખવામાં આવ્યું છે.જેના પગલે ગામમાં મુખ્યમાર્ગો સહિત ફળિયામાં અંધારા પટ્ટ છવાઇ જતાં ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *