આણંદ
આણંદમાં વિધર્મી યુવકે પરિણીતા સાથે મિત્રતા કરી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, આણંદમાં વિધર્મી યુવકે પરિણીતા પર અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. શહેરમાં નોકરી કરતી પરિણીતાનો પીછો કરી એકલતાનો લાભ લઈ મિત્રતા કેળવી હતી. પરિણીતાએ મિત્રતામાં કરેલી ચેટ પતિને બતાવવાની અને વાયરલ કરવાની ધમકી આપી આરોપી બ્લેકમેઇલ કરતો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિધર્મી યુવકે પરિણીતાને બ્લેકમેઇલ કરી પરિણીતાને હોટલમાં લઈ જઈ અવારનવાર તેની મરજી વિરૂદ્ધ અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાની ફરિયાદને આધારે શહેર પોલીસે આરોપી સાહિલ રફીક વ્હોરા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
