Gujarat

આણંદ ABVP દ્વારા ‘છાત્ર હુંકાર’ સંમેલન યોજાયું

આણંદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ૭૫મું વર્ષ હોવાથી દેશભરની અંદર ‘છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ’ના નારાને સાર્થક કરવા માટે જિલ્લા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આણંદ ટાઉન હૉલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદનું જિલ્લા યુવા સંમેલન ‘છાત્ર હુંકાર’ યોજવામા આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી છાત્ર શક્તિ એકત્રિત થઈ હતી. આ પ્રસંગે મુખ્ય વક્તા ચૈતન્યભાઈ સંઘાણીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપરથી યુવાનોએ શું પ્રેરણા લેવી તેમજ અતિથિ વિશેષ હરેશભાઈ શાણી ઊપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વાધીનતા થી સ્વતંત્રતા વિષે જણાવ્યું હતું. તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા તેમણે અ.ભા.વિ.પ.ના ઇતિહાસ વિષે વક્તવ્ય આપ્યું હતું. મેડીવિઝન પ્રદેશ સંયોજક ડૉ.શોર્ય બલાડાએ યુવા શક્તિ વિષે સમજ આપી હતી. આ ઉપરાંત છાત્ર સંમેલનમાં વિદ્યાર્થીઓને લગતા વિવિધ પ્રસ્તાવો પારીત કરવામાં અવ્યા હતા. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાના સમાધાન અને શિક્ષણ માટેની ચર્ચા કરવામાં આવી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો નું અયોજન કરવામાં આવ્યું હતું. વળી આણંદ ટાઉનહોલ થી લઇ બેઠક મંદિર ચોક સુધી ભવ્ય શોભા યાત્રા યોજવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લા ની છાત્ર શક્તિનું ભવ્ય પ્રદર્શન જાેવા મળ્યું શોભા યાત્રા બાદ બેઠક મંદિર ચોક પર વિશાળ જાહેર સભા યોજવમાં આવી જેમાં વિવિધ વિધાર્થીઓ ને લગતા પ્રશ્નો જેવાકે જી.્‌ બસોના પ્રશ્નો, વિધાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ની સુરક્ષાને લગતા પ્રશ્નો, માતૃભાષાનું મહત્વ જેવાં વિવિધ વિષયોના મુદ્દાઓ પર છાત્ર નેતાઓનું ભાષણ રહ્યું. આ છાત્ર સંમેલન બાદ વિદ્યાર્થીઓ દેશ ભક્તિના રંગે રંગાયા હતાં.

File-01-Photo-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *