Gujarat

આતરસુંબા ખાતે ક્ષત્રિય સમાજનો છઠ્ઠો સમુહલગ્ન સમારોહ યોજાયો. 

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના આતરસુંબા મુકામે હરસિધ્ધિ યુવક મંડળ દ્વારા ક્ષત્રિય સમાજનો છઠ્ઠો સમુહલગ્ન સમારોહ શ્રી કેયા પાર્ટી પ્લોટ ખાતે ધૂમધામથી યોજાઈ ગયો.
આ સમુહલગ્નમાં સોળ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
 આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા કપડવંજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ  મુળરાજસિંહ સોલંકી, આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા, કાભઈના મુવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર,રાજેન્દ્રસિંહ પરમાર ગલાબપુરા, કનુભાઈ પરમાર,રાજુભાઈ સોલંકી કરકરીયા,ઈન્દુભાઈ પરમાર,દિનેશભાઈ પરમાર,વિનોદભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને સફળ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે બળદેવભાઈ પટેલ ગાંધીનગર – આતરસુંબા વાળાએ તેમનો પાર્ટી પ્લોટ તથા આવશ્યક સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
આ સમુહલગ્ન સમારોહમાં કુલ સોળ યુગલો જોડાયા હતા. ઉપરાંત આતરસુંબા તેમજ આસપાસના ગામોના યુગલોના સ્નેહીજનો ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

IMG-20230319-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *