આત્મા પ્રોજેક્ટ જામનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણા ગામે રાધે પ્રાકૃતિક ફાર્મ ખાતે જિલ્લા અંદર તાલીમ યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો જેમાં વિસ્તરણ અધિકારી ખેતી ભાવેશભાઈ સોલંકી તથા બ્લોક ટેકનોલોજી મેનેજર આશિષ કે. સંઘાણી દ્વારા રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખેડૂતોને માહિતી આપી તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખી ખેડૂતોને માહિતગાર કરાયા અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી તેમજ હડિયાણા ગામના પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્રભાઈ મોતીભાઈ નંદાસણા દ્વારા તલ શેરડી. ઘઉં. માટે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવી એમના પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી આ સમગ્ર તાલીમનું આયોજન જોડિયા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર આશીષ કે. સંઘાણી તેમજ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર જે. ડી. રાઠોડ તથા એસ.એમ. પરમાર ગ્રામસેવક દ્વારા કરવામાં આવેલું હતુ………………………………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………..


