ભારતના કર્ણાટક માં ૨૧મા નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપ માં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નિર્મા ભગોરાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ આગામી સમયમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરી છે.
સાબરકાંઠાના વિજયનગરના ભાખરા ગામની નિર્માં ભગોરા એ કર્ણાટકના ચેન્નઈ ખાતે યોજાયેલી ૨૧મી નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ ચેમ્પિયનશિપ અંતર્ગત ૫.૮૮ મીટર નો લાંબી કુદ માં સિલ્વર મેડલ જીતી સાબરકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જોકે એક જ વર્ષમાં સતત ત્રણ મેડલ જીતી નીર્મા ભગોરાએ આગવી ઓળખ ઊભી કરી છે સામાન્ય રીતે કોઈપણ એથ્લેટિક રમતમાં ખેલાડીની પ્રેક્ટિસ અને જીતનો આશાવાદ હંમેશા નવા પરિણામ આપતા હોય છે ત્યારે સાબરકાંઠાની આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરી આગામી સમયમાં ઓલમ્પિકમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપવાની સાથોસાથ ગોલ્ડ મેડલ થકી ગુજરાત અને ભારતનું નામ રોશન કરવાની આશા રાખી રહી છે જોકે ગુજરાત તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેતી આ દીકરી છેલ્લા બે વર્ષથી હિંમતનગર એકેડેમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે તેમજ આગામી સમયમાં હજુ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની આશા રાખી રહી છે.
કર્ણાટક માં ૨૧મા નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપ માં દેશના ૨૮ રાજ્યોમાંથી ૬૭૫ જેટલા ખેલાડીઓ ભાગીદાર બન્યા હતા જેમાં ગુજરાત વતી લાંબી કુદ અંતર્ગત નિર્મા ભગોરા એકમાત્ર ખેલાડી હતા તેમની ૫.૮૮ મીટર લાંબો કૂદકો મારી સિલ્વર મેડલ મેળવ્યો છે જોકે કોઈપણ ખેલાડીની જીત પાછળ તેના કોચનો વિશેષ હાથ હોય છે ત્યારે નિર્મા ભગોરા ની જીત પાછળ પણ હિંમતનગર સ્પોર્ટ સંકુલના કોચ નો વિશેષ ભાગ રહેલો છે ત્યારે સાબરકાંઠાના સ્પોર્ટ સંકુલ અંતર્ગત આગામી સમયમાં નીર્મા ભગોરા પહેલાથી જ રમત પ્રત્યે આત્મીયતા રાખી રહ્યા છે તેમજ જીતના જોશ સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે જેના પગલે તેમના કોચનું પણ માનવું છે કે આગામી સમયમાં આ ખેલાડી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરશે તેમજ ઓલમ્પિક લેવલે મેડલ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે.
જોકે અંડર ૨૦ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાત કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા બાદ આગામી સમયમાં નિર્મા ભગોરા ને આગામી ઓલમ્પિકમાં ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કરવું છે ત્યારે વિજયનગરના આદિવાસી ક્ષેત્રના છેવાડાના ગામથી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર નિર્મા ભગોરાની આશા અને અપેક્ષા આગામી સમયમાં પૂરી થાય તેવી જિલ્લાના પ્રજાજનો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં નિર્મા ભગોરા ની ઓલમ્પિક માં મેડલ ની અપેક્ષા ક્યારે પરિપૂર્ણ બને છે.
ઉમંગરાવલ સાબરકાંઠા
