Gujarat

આદિવાસી મૂકસેવક ગાંધીવાદી નેતા તેરસિંગ રાઠવાનું નીધન થયું! સહકારી ક્ષેત્રમાં તેઓનું આગવું પ્રદાન      

સહકારી ક્ષેત્રના ધરોહર સમાન પીઢ ગાંધીવાદી પૂર્વપટ્ટી ના અગ્રણી નેતા જેઓનો આપણા જબુગામ ખાતે નો કાયમી નાતો હતો અને દરેક સમાજ નું હિત હર હમેંશા માટે જેઓનો હૈયે વસેલું હતું. એવા પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ,જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય, તાલુકા ખરીદ વેચાણ સંઘ ના વર્તમાન પ્રમુખ એવા ગડોથ ગામ ના વતની મુરબ્બી વડીલ શ્રી તેરસિંગભાઈ રણછોડ ભાઈ રાઠવા* (કાકા) નું આજરોજ તારીખ 12/05/2023,શુક્રવારે દુઃખદ અવસાન થયું છે.સદગતની અંતિમ યાત્રા સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાને બોડેલી તાલુકાના ગડોથ મુકામેથી નીકળી હતી જેમાં અનેક અગ્રણી રાજકીય સામાજીક મહાનુભાવો પણ જોડાયા હતા.
       તેઓએ 25 વર્ષ થી એકધારી બિનહરીફ તાલુકા ખરીદ વેચાણ સંઘ,પાવીજેતપુરના પ્રમુખ તરીકે સેવા આપી અને સોસાયટી જીન, બોડેલી માં ડિરેક્ટર તેમજ ગુજરાત રાજ્ય આદિજાતિ નિગમના પૂર્વ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230512-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *