Gujarat

આનંદો !!! સમગ્ર કુંકાવાવ વડીયા તાલુકામાંથી મોટા ઉજળા ગામની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી

મુખ્યમંત્રી સ્માર્ટ વિલેજ યોજના ૨૦૨૨-૨૩ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ ૨૪૮ તાલુકા માંથી સ્માર્ટ વિલેજ માટે ફક્ત ૩૩ દરખાસ્ત મંજુર થયેલ છે જેમાં અમરેલી જિલ્લામાં બે ગ્રામ પંચાયત જે પૈકી કુંકાવાવ વડીયા તાલુકા માં મોટા ઉજળા ગામને સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી છે આ સાથે પ્રોત્સાહક રકમ રૂપિયા 5.૦૦ લાખ પણ આપવામાં આવેલ છે.
આ રાજ્ય લેવલ ની કામગીરી માં જિલ્લા/તાલુકા અને મોટા ઉજળા ગામ નું નામ રાજ્ય લેવલે ઉજાગર કરનાર શિક્ષિત, યુવાન અને ઉત્સાહી તેમજ સ્માર્ટ નેતૃત્વ ધરાવનાર યુવા સરપંચશ્રી વિપુલભાઈ ખીમાણી તેમજ સમગ્ર ગ્રામ પંચાયત ટીમની આ ઉમદા કામગીરી માટે અભિનંદન ની પુષ્પવર્ષા થઇ રહી છે
આ ઉતમ કામગીરી બદલ કૌશિકભાઈ વેકરીયા, નારણભાઈ કાછડિયા, બાવકુભાઈ ઉંધાડ, દિલીપભાઈ સંઘાણી, રાજુભાઈ કાબરીયા, જલ્પેશભાઇ મોવલીયા, વસંતભાઈ સોરઠીયા, ગોપાલભાઈ અંટાલા, તેમજ તાલુકા/જિલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા સંગઠન ટીમ તેમજ તાલુકાભર ના તમામ સરપંચશ્રીઓ અને આગેવાનો તથા સમસ્ત મોટા ઉજળા ગામ પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.
અહેવાલ રાજુકારીયા

IMG-20230415-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *