Gujarat

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું તહેવારોમાં જે સ્થાન દર્શાવ્યું છે એમાં શિવજીનો મહિમા શિવરાત્રી તહેવારમાં પૂજન-અર્ચનનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવ્યો છે જેનો લાભ મનોદિવ્યાંગ બાળકોને મળે અને તેઓને સદ્ બુદ્ધિ,ઉજ્જવળ ભવિષ્ય,નિરામય જીવન પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી તા.૧૮-૨-૨૦૨૩ શનિવારે બપોરે ૧૨-૦૦ દરમ્યાન મહા શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદ ખાતે અખબાર નગર સર્કલ પાસે,નવાવાડજ વિસ્તારમાં આવેલ સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોએ બરફના શિવલીંગના દર્શન કરીને દરેક બાળકે બીલીપત્ર અર્પણ કર્યું હતું અને સંગીત વાદ્યો વગાડી પુજા દર્શન શિવ સ્તુતિ,મહામૃત્યુંજય મંત્રો આનંદ ઉત્સાહ પૂર્વક કરી ઉજવણી કરી હતી જોગાનુજોગ સંસ્થામાં અભ્યાસ કરતી મનોદિવ્યાંગ બાળા કશીષ સોનીનો જન્મદિવસ પણ મનાવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈલાબેન પટેલ,ગાયત્રી પરિવાર ગાયત્રી એપાર્ટમેન્ટ,ગાયત્રી પરિવાર નારણપુરા શાખા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યો હતો.પ્રોગ્રામ ના અંતે દરેક મનોદિવ્યાંગ બાળકોને સ્વાદિષ્ટ ફરાળી ભોજન મીષ્ટાન સાથે કરાવવામાં આવ્યું હતું.🌹🙏

IMG-20230218-WA0037-2.jpg IMG-20230218-WA0033-1.jpg IMG-20230218-WA0036-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *