યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના યુવાનોમાં સાહસિકતાના ગુનો વિકસે અને પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપતકાલીન સમયે જિલ્લાના યુવાનોની જે તે જિલ્લાને ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે હેતુથી સાહસિક પ્રવૃતિની 5 દિવસની તાલીમ શિબિરનું આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક નિવાસી પૈકી પસંદગી પામેલ યુવક યુવતીઓને તક આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા જામનગર જિલ્લાના 15 થી 35 વર્ષ વયમર્યાદા ધરાવતા યુવકો પોતાનું નામ, સરનામું, જન્મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, NCC/NSS, રમતગમત, સાહસિક પ્રવૃતિઓ, મેડિકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતિ પત્રકની વિગતો સાથેની અરજી નિયત નમૂના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધારપુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન-4, રૂમ નં-42, પ્રથમમાળ જામનગર ખાતેથી મેળવી તા.4-2-2023 સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં-02882571209 ઉપર સંપર્ક કરી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
