Gujarat

આપના નેતા ઈસુદાન ગઢવી પર ગુજરાત પોલીસે લગાવી આ કલમો…

અમદાવાદ
ઈસુદાન ગઢવીને પોતાના મનની વાત ટિ્‌વટ કરવી ભારે પડી છે, કારણ કે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ લઈને વિવાદસ્પદ ટિ્‌વટ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ. જાેકે ઈસુદાન ગઢવીએ ટિ્‌વટ કરીને ડીલીટ કરી દીધું હતું. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચે પુરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિવાદસ્પદ ટિ્‌વટને લઈ આપ નેતા ઈસુદાન ગઢવી મુશ્કેલી વધી છે. સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ૨૮ એપ્રિલના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના ૧૦૦ એપીસોડ લઈ વિવાદસ્પદ ટિ્‌વટ કર્યું. જેમાં ઉલ્લેખ કર્યો કે એક એપિસોડ પાછળ ૮.૩૦ કરોડનો ખર્ચ થાય છે, જ્યારે ૧૦૦ એપિસોડ પાછળ ૮૩૦ કરોડ ખર્ચ કરી દીધો છે. જે પ્રજાના ટેક્સના પૈસા ફૂંકી માર્યા છે જે હવે તો હદ થાય છે. ઈશુદાન ગઢવીએ વિવાદસ્પદ ટિ્‌વટ કરી થોડીક જ મિનિટોમાં ટિ્‌વટ ડીલીટ કરી નાખ્યું હતું. પરંતુ સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા જ સુલેહ શાંતિનો ભંગ થાય અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવી ૈંઁઝ્ર અને ૈં્‌ એક્ટ મુજબ ફરિયાદ… આઈપીસી-૧૫૩-જાહેર સુલેહશાંતિ ભંગ થાય.. પબ્લિકમાં ભડકાઉ મેસેજ સપ્લાય કરવો… આઈપીસી ૫૦૦- બદનક્ષી કરવાનો ઈરાદો… આઈપીસી-૫૦૫/૧-રાજ્યની શાંતી ભંગ થાય તેવુ વર્તન… આઈપીસી ૫૦૫/૨-અફવાહ ફેલાવી કોઈની પ્રતિષ્ઠાને હાવી પહોંચાડવી… આઈટી એક્ટ,કલમ ૬૭-જે વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપ થઈ રહ્યો છે, તે ભ્રષ્ટાચારી છે. તેવો મેસેજ સોશિયલ મીડિયામાં મુકવો… વિવાદાસ્પદ ટિ્‌વટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી જે માહિતી પાયાવિહોણી હોવાની અને તેના કોઈ પુરાવા ન હોવાથી સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા ટિ્‌વટ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારે ટિ્‌વટને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી છે કે આપ નેતા ઈસુદાન ગઢવી દ્વારા જ આ ટિ્‌વટ કરવામાં આવ્યું છે કે તેના કોઈ ટિ્‌વટર હેન્ડલર દ્વારા આ ટિ્‌વટ કર્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા બાદ ઈસુદાન વિરુદ્ધ કાર્યવાહી કરશે પરતું હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *