Gujarat

આભ આ તૂટી પડશે તો શું થશે? હાથ જો એનો અડે તો શું થશે?

મન અંજુમન
સ્નેહલ નિમાવત

આભ આ તૂટી પડશે તો શું થશે?
હાથ જો એનો અડે તો શું થશે?

પથ્થરો તો હું ઝીલું છું પ્રેમથી,
ફૂલ માથા પર પડે તો શું થશે?

દુશ્મનોને તો વળાશે પહોંચી પણ,
આપણા અંગત નડે તો શું થશે?

ઘર બળ્યું તો બાંધશું બીજું નવું,
આ હ્રદય જો ભડભડે તો શું થશે?

આપનો બેકાર આ હસમુખ પણ
મૂર્તિઓ મનભર ઘડે તો શું થશે?
હસમુખ મઢીવાળા
શ્રી મઢીવાળાએ ઘણી ગઝલો લખી છે.તેમની ગઝલો પ્રત્યેનો સાહિત્યપ્રેમ તેમની ગઝલો વાંચીને અનુભવાય છે.રદીફ અને કાફીયાની જાળવણીની સાથે પ્રાસને પણ સરસ રીતે તેઓ ગઝલમાં ઉતારે છે.તેમના વિચારોને તેમની કલમ થકી કાગળ પર તેઓ બખુબી ઉતારે છે.પ્રાસના ભાવપ્રેરક તેમજ વિચારપ્રેરક પ્રભાવના તેમની ગઝલોત્તર કવિતાઓમાં દેખાય છે.વ્યક્તિથી વિશ્વ સુધી વિસ્તરી તેઓ કાવ્યનિર્મિતિ વિવિધ છે.તેમની કવિતામાં વહેતું તેમનું સંવેદન અદભુત છે.તેમનો પ્રકૃતિપ્રેમ તેમની ગઝલોમાંથી ઝળકે છે.તેમના નવ કાવ્યસંગ્રહો પ્રકાશિત થઇ ચુક્યા છે.તેમના અનુવાદ વિશેના છ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે.આધ્યાત્મિક વિશે પણ તેમણે પુસ્તકો લખેલા છે.તેમની કલમ સાહિત્યમાં ઘણી સરસ રીતે કામ કરે છે.ડીસટ્રીક્ટ એન્ડ સમસન્સ જજ તકીરે તેમણે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં સેવા આપી છે.આ દરમ્યાન તેઓ સાહિત્યકારોના પરિચયમાં આવ્યા અને તેમનો સાહિત્યપ્રેમ વધતો જ ગયો.કવિ દુલાભયા કાગ, કવિ ત્રાપજરક જેવા કવિઓ તેમના આદર્શ અને પ્રેરક રહ્યા છે.તેણે દુહાઓ પણ લખ્યા છે.
“આભ આ તૂટી પડશે તો શું થશે?
હાથ જો એનો અડે તો શું થશે?”
કોમળ સ્પર્શ મનને ખીલવી જાય છે.જો આભ તૂટી પડે તો મનમાં કંઇ કેટલાયે સંવેદનો જગાડી જાય.કોઇનો પ્રેમભર્યો સ્પર્શ મનમાં નવા નવા સ્પંદનો અને પ્રેમભર્યો અહેસાસ જગાડી જાય છે.જીવનમાં ખુશીનો નવો અહેસાસ જગાડી જાય છે.પ્રેમના નવા જ આયામો સર કર્યાનો અનુભવ ખાસ છે.કોઇના પ્રેમભીના અહેસાસથી મનમાં અને જીવનમાં નવી વસંત ખીલે છે.ખુશી ચારે બાજુ અનુભવાય છે..
“પથ્થરો તો હું ઝીલું છું પ્રેમથી,
ફૂલ માથા પર પડે તો શું થશે?”
વધુને વધુ તકલીફો સહન થઇ જાય ઘણીવાર નાનકડી પીડા સખત તકલીફ આપી જાય છે.પ્રેમના ભારને સહન કરવો એ નાની વાત તો નથી જ.પેલો ફેમસ ડાયલોગ છે ને
થપ્પડ સે ડર નહીં લગતા સાહબ પ્રેમ સે લગતા હે..
પ્રેમ જે અનુભવે છે એ જ પ્રેમ પામી શકે છે.પ્રેમનો અહેસાસ જીવનમાં શાંતિથી બેસવા દેતો નથી.જીવન આમ જ ચાલ્યા કરે અને પ્રેમ મનમાં ને મનમાં વધતો જ રહે છે.વધતો જ રહે છે.
“દુશ્મનોને તો વળાશે પહોંચી પણ,
આપણા અંગત નડે તો શું થશે?”
દુશ્મનોની જાણ તો આપણને હોય જ છે.આપણે આપણા દુશ્મનોને જાણતા જ હોઇએ છીએ.તે હંમેશા સામી છાતીએ વાર કરે છે, પણ પોતીકાઓ તો પીઠ પાછળ વાર કરે છે.જેમને આપણે દિલથી પોતાના માનીએ એ જ પાછળથી વાર કરે ત્યારે મન વધુ વ્યથિત થાય છે.દિલને વધુ આઘાત લાગે છે.આ આઘાત સહન થઇ શકે તેવો હોતો જ નથી.
“ઘર બળ્યું તો બાંધશું બીજું નવું,
આ હ્રદય જો ભડભડે તો શું થશે?”
ઘર તુટે તો નવું બંધાય પણ હ્રદયને પહોંચેલી પીડા ક્યારેય સંધાતી નથી.તકલીફો હોય એના કરતા પણ વધુ અનુભવાય છે.જીવન આમ જ બેકાર લાગવા લાગે છે.જીવનને સમજીને જો કામ લેવામાં આવે તો જીવન ખીલી ઉઠે છે.જે પોતાના મન પર અંકુશ રાખી શકે છે તે પરભવ પામી જાય છે.
“આપનો બેકાર આ હસમુખ પણ
મૂર્તિઓ મનભર ઘડે તો શું થશે?”
કોઇ પણ પરિસ્થિતી આખી જાણ્યા વગર આપણે મનથી અમુક વાતો ધારી લઇએ છીએ.સાચી વાત જાણવાનો પ્રયત્ન કરતા નથી.કોઇ પણ પરિસ્થિતીમાં આપણે આપણા વિચારો પ્રમાણે માની લઇએ અને એ મુજબ જ વર્તન કરીએ છીએ.જીવન અમુલ્ય છે એનાથી વધુ સંબંધો અમુલ્ય છે.કાચા કાનના અને કાચા મનના ક્યારેય ન થવું.હંમેશા બધુ જાણી લેવું અને પછી નિર્ણય લેવો.
ટુંકુ ને ટચ
આપણે ક્યારેય થોડી વાતો જાણીને કોઇ સાથે સંબંધ ન બગાડાય.જીવનમાં જતુ કરીને પણ સંબંધની કિંમત વધુ જ રાખવી…

9426555756

IMG-20230511-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *