સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મેઇન બઝારમાં આવેલાં ૯૦૦ વર્ષ પુરાણા કુંડલપુર હનુમાનજી મંદિરે મંદિરનાં પુજારી મહંત પ. પૂ. કરશનગીરી બાપુ સમેત આ વિસ્તારના વેપારીઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કૌશિકભાઈ ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ મેઈન બજારના વેપારી એસોસીએશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભજન કિર્તન કરવામાં આવેલ. આ તકે પૂ. કરશનગીરી બાપુએ સ્વ. હિરાબાના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વેપારીઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી સ્વ. હિરાબાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનું નક્કી કરતાં તારીખ ૪ ડિસેમ્બર બુધવારે રાત્રે દસ વાગ્યે મેઈન બઝારમાં આવેલ આ ૯૦૦ વર્ષ પુરાણા કુંડલપુર હનુમાનજી મંદિરે કૌશિકભાઈ ગૌસ્વામી દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ અને ભજન કિર્તન પણ કરવામાં આવેલ. આ સંદર્ભે મેઈન બજાર વેપારી એસોસીએશનના પ્રતિનિધિઓએ પણ સ્વ. હિરાબાના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને કુંડલપુર હનુમાનજી સન્મુખ સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


