નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા પ્રેરિત, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ઉપરાંત આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ અને સામાજિક અગ્રણીઓના સહયોગ થી મુરલીધર સમાજ વાડી, માંગરોળ ખાતે ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૮૦૦૦ થી વધુ લોકો એ મેળામાં આયુષ ની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવાર માં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તથા ઉપલબ્ધ આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણા ની ઔષધીઓનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શન થી પણ માહિતગાર થયા હતા.
માંગરોળ ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં ૭૪૦,હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં ૨૩૦, અગ્નિકર્મ ૮૦,પ્રકૃતિ પરીક્ષણ ૮૦૦,આયુષ પ્રદર્શન ૬૨૦૦,યોગનો ૧૮૦ લોકો એ એમ મળી ૮૨૩૦ લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થયું હતું. તેમજ આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા માંગરોળના અગ્રણી સમાજ સેવકો,પદાધિકારીઓ અને સમાજસેવી સંસ્થા સહિતના ઉપસ્થિત રહયા હતા. આઉદ્ઘાટન સમારોહમાં સાવજ દૂધ ઉત્પાદક સંઘનાચેરમેન શ્રી દિનેશભાઈખટારીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જીવાભાઇસોલંકી, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈચાંડેરા, બક્ષીપંચ મોરચા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, ખારવાસમાજના આગેવાન શ્રી પરસોત્તમભાઈ પટેલ, માંગરોળ નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખશ્રી મનોજભાઈવિઠલાણી, માંગરોળ શહેર ભાજપના પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયા, માંગરોળના અગ્રણી તબીબો અને સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ મેળાને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા અને એમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.
