નિસાર શેખ,મહુધા
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ મહુધા ખાતે તાજેતરમાં વિદ્યાર્થી સંધ , લલિતકલા સમિતિ અંતર્ગત કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે નાઓની અધ્યક્ષતામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
જેમાં ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાધેલા સતીશ એ , દ્વિતિય સંયુક્ત ક્રમે દિવાન ફિઝાના.એસ વિજેતા થયા હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. બી.જી.પટેલ , ડૉ. કે.આર.ઓડેદરા તથા ડૉ. પી.એલ.પટેલ દ્વારા કાર્ય કરવામાં આવ્યું.
પોસ્ટર મેકિગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાધેલા સતીશ એ , દ્વિતિય ક્રમે પરમાર સંજના એસ તથા તૃતિય સંયુક્ત ક્રમે ડાભી હિના પી અને શેખ સિતારાબાનું વિજેતા રહ્યા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા. બી.જી.પટેલ , ડૉ. કે.આર.ઓડેદરા તથા ડૉ. પી.એલ.પટેલ નાઓએ ભુમિકા પૂરી પાડી હતી.
મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રાવળ શિલ્પા એસ , દ્વિતીય ક્રમે પરમાર સંજના એસ અને તૃતિય ક્રમે પઠાણ કરિશ્મા કે વિજેતા જાહેર થયા હતા.
રંગોળી સ્પર્ધા માં પ્રથમ ક્રમે પટેલ વૃંદા એસ , દ્વિતીય ક્રમે ભીલ પ્રેમિલા એસ અને તૃતિય ક્રમે રબારી મૌલિકતા વિજેતા થયા હતા. આ બન્ને સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે કુ. પી.એસ.મેકવાન , કુ. એ.કે.પરમાર અને કુ. પી.કે.વર્મા આઈ.ટી.આઈ મહુધા સેવા અર્પણ કરી હતી.
કલેમોડલિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પ્રજાપતિ અલ્પેશ બી , દ્વિતિય ક્રમે પઠાણ મુસ્કાન એમ અને તૃતિય સંયુક્ત ક્રમે મલેક માહિનુર એમ તથા કા.પટેલ એશા જી વિજેતા બન્યા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. પી.એલ.પટેલ અને પ્રા. એ.સી.પટેલ નાઓએ સેવા આપી હતી.
આ સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર સ્પર્ધકોને કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે , લલિતકલા કન્વીનર પ્રા. એ.સી.પટેલ તથા સમગ્ર કોલેજ પરિવાર પ્રોત્સાહન તથા અભિનંદન પાઠવ્યા હતા.


