ગીર જંગલની નજીક સીમ તથા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમાં આવી
ચઢતા હોય છે. અગાઉ થોડા દિવસો પહેલા ગીર નજીક એક સિંહ અલીદર ગામમાં કોમ્પલેક્ષના પહેલાં માળે
ચઢી ગયેલ હતો. બાદમા અલગ અલગ રહેણાંક વિસ્તારોમાં પશુના મારણ કરી મિજબાની માણી હોવાનો
વિડિઓ વાયરલ થયેલ હતો. ત્યારે આજે ફરી મોડી રાત્રિના સમયે એક સિંહ આલીદર ગામમાં રહેણાંક
વિસ્તારમાં આવી એક ઘરના આંગણા પાસે સિંહે વાછડાનું મારણ કરી મિજબાની માણતાં આ સમગ્ર
ઘટનાનો લાઈવ વિડિઓ સ્થાનિક લોકોએ કેદ કર્યો.
ગામમાં આવેલ હાઇસ્કુલ પાસે રાત્રિનાં 3.30 વાગ્યાની આસપાસ જગદીશભાઈ મકવાણાના ઘરના ફળીયા
સામે એક સિંહ આવતાં ગામમાં પશુઓમાં નાસભાગ મચી ગયેલ અને સિંહે એક રેઢિયાળ વાછડા પર હુમલો
કરી મારણની મજિબાની માણી હતી. એ વખતે રહેણાંક મકાન આવેલ હોય વાછડાનો ભાંભરવા લગતા
આજુબાજુમાં રહેતા લોકો જાગી ગયેલ અને આ સમગ્ર ઘટના જગદીશભાઈ મકવાણાએ મોબાઈલમાં કેદ
કરી લીધેલ હતી….


