Gujarat

આવકવેરામાંથી મુક્તિ આપવા સહિતની બાબતે રજૂઆત કરાઈ

જૂનાગઢ પેન્શનર સમાજ દ્વારા આવકવેરામાંથી મુક્તિ આપવા સહિતની બાબતે  પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા જૂનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

પેન્શનર સમાજ જૂનાગઢના પ્રમુખ મેઘાવિન  ભા.બૂચ સાથે સમસ્ત ટ્રસ્ટીમંડળ કલેક્ટર શ્રી ને રૂબરૂ મળીને આવેદનપત્ર તથા પડતર પ્રશ્નો જેવા કે દવાખાનાઓમાં કેશલેસ નિદાન તથા સારવાર, કેન્દ્રના ધોરણે જ સમયસર મોંઘવારી ભથ્થા વધારો, ૮૦ વર્ષના બદલે ૬૦ વર્ષ પછી દર પાંચ વર્ષે ક્રમિક પેન્શનમાં વધારો, ૫૦ ટકા પેન્શન અને 30 ટકા ફેમિલી પેન્શન ના બદલે અનુક્રમે ૭૫ ટકા અને ૫૦ ટકા  પેન્શન મળવું જોઈએ, રૂપાંતરિત પેન્શનની વસુલાત ૧૫ વર્ષના બદલે ૧૨ વર્ષથી જ કરવી, ચાલુ નોકરી દરમિયાન આવકવેરો ભરેલ છે જે તેથી પેન્શનરોને તેમાંથી મુક્તિ આપવી, વર્ષ દરમિયાન પેન્શનરોને  એક વાર ધાર્મિક સ્થળોએ જવા માટે મુસાફરી ભથ્થું એક પેન્શન જેટલું આપવું, વગેરેની યાદીનું આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે કલેક્ટરશ્રીએ પેન્શનર સમાજ જૂનાગઢના પ્રતિનિધિઓને વિગતો રજૂઆત સાંભળી હતી અને આવેદનપત્ર વડાપ્રધાન શ્રી ને મોકલી આપવા અંગે  હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

WhatsApp-Image-2023-04-15-at-10.43.42-AM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *