મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા મજૂરદિનને ટાણે ગળતેશ્વર તાલુકાના બાધરપુરા ખાતે આવેલ મહીકેનાલના કાંસની સફાઈમાં જોતરાયેલા મનરેગાના શ્રમિકોને પોતાના હક્ક અને અધિકારોથી માહિતગાર કરાયા હતા. સંસ્થાના સ્ટાફ દ્વારા સ્થળ પર જઈને ઉપસ્થિત તમામ શ્રમિકોને આજના દિવસનું તાત્પર્ય સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે 56 જેટલા શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.


