Gujarat

આશા બેહેનોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપી આશાની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી અપાઇ

લાલપુર રોડ પર આવેલ કર્મચારી નગર ખાતે જામનગર જિલ્લા કક્ષાના આશા સંમેલન સહ આશા
બહેનો માટેના આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓના સેંસિટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સમગ્ર જિલ્લાના
આશા બહેનો તથા આશા ફેસિલિટેટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત આશા સંમેલન કમ વર્કશોપમાં જિલ્લા પંચાયત
પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારાએ ઉપસ્થિત રહી સર્વે આશા બહેનોને માર્ગદર્શન આપ્યું હતું જેમાં તેઓએ શિસ્ત અને સમર્પણ
સાથે જિલ્લાના ગ્રામ્ય લોકોને આશા બહેનો દ્વારા આરોગ્ય સેવાઓ વ્યવસ્થિત મળી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમજ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલે ઉપસ્થિત રહી આશા બહેનોને આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા તથા તમામ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ દ્વારા આરોગ્ય કાર્યક્રમમાં આશાની
ભૂમિકા વિષે વિસ્તૃત જાણકારી અપાઇ હતી.
જિલ્લાના આશા બહેનો દ્વારા અલગ-અલગ નાટક, ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યથી તેમનાં દ્વારા કરવામાં
આવતી કામગીરીનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત આશા વર્કશોપમાં જિલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્ન્રર,
જિલ્લા આર.સી.એચ અધિકારી ડો.નૂપુર પ્રસાદ તેમજ આરોગ્યના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ
સંચાલન ડી.આઇ.ઇ.સી.ઓ નીરજ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *