અશ્રુધાર
યાદોના ઝરુખેથી
સ્નેહલ નિમાવત
9429605924
ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.કેશવપ્રસાદે મોબાઇલ સ્ક્રીન પર સંધ્યા નામ જોયું.તેમની આંખોમાં એક તરલ પદાર્થ ઉપસી આવ્યો.તેમનું હૈયુ છલકાઇ ઉઠ્યું.તેમને મનમાં થયું કે હવે હું સંધ્યાને શું કહું. આ દીકરી દર ગુરુવારે પપ્પાને અવશ્ય ફોન કરે છે.ખબરઅંતર પુછે છે.દીકરીને મારે શું કહેવું.
ફરી આજે ગુરુવાર આવ્યો હતો.કેશવપ્રસાદે પળ બે પળ રીંગ વાગવા દીધી. બોલવા માટે જીભ ઉપડી પણ શબ્દો પ્રગટ્યા નહીં.ભીતરમાં વેદના ઉપડી.છેવટે એમણે સંધ્યાનો ફોન રિસીવ કર્યો.હલો એચલું બોલ્યા પછી કેશવપ્રસાદ થોભી ગયા.સામેથી સંધ્યા હલો હલો બોલતી રહી.ગળામાં શબ્દો અટવાઇ ગયા હતા.ભારે રુંધામણ થઇ.શું કહેવું? શું ના કહેવું? સામેથી સંધ્યા હલો હલો બોલતી રહી.
છેવટે કેશવપ્રસાદ બોલ્યા: દીકરી તે ગયા અઠવાડિયે વૈશાલી અને વિરાજ સાથે વાત કરવા માટે ઇચ્છા પ્રગટ કરી હતી પણ તેઓ માર્કેટમાં ચાલ્યા ગયા હતા.દર વખતે તું ભાઇ ભાભી સાથે વાત કરવા માંગે છે પણ કોઇ ને કોઇ કારણોસર વાત થઇ શકતી નહોતી.
સંધ્યાએ સામેથી કહ્યું પરંતુ પપ્પા હું ભાઇ ભાભી સાથે વાત કરીને જ રહીશ.મારી પાસે નથી ભાઇનો ફોન કે ભાભીનો ફોન નંબર.એટલે હું પોતે મજબુર છું.પણ આજે તો વાત થઇ શકશે ને? કરી હતી.
કેશવપ્રસાદ કહે દીકરી આજે તેઓ બંને જુદી જુદી દિશામાં એમના કાર્યક્રમ સાથે ગયા છે.વૈશાલી કીટીપાર્ટીમાં અને વિરાજ મિત્રો સાથે કોઇ પ્રસંગમાં ગયો છે.બોલ દીકરી તું તો સાજી નરવી છે ને? સંધ્યા કહે હા પપ્પા હું તો મજામાં છું. સમીર અને હું જોબ કરીએ છીએ અને વિદેશમાં હવા પાણી માણીએ છીએ.પણ…..
કેશવપ્રસાદ બોલ્યા દીકરી તું અટકી કેમ ગઇ? સંધ્યા કહે હું તો મજામાં છું પણ તમારી તબિયત સારી લાગતી નથી.કેશવપ્રસાદ અચકાતા બોલ્યા ના એવું નથી બેટા….હું તો મજામાં જ છું.તારા ભાઇ ભાભી મારું ખૂબ ધ્યાન રાખે છે.હું તો ખાટલેથી પાટલે,ને પાટલેથી ખાટલેનો વૈભવ ભોગવું છું.પણ દીકરી તું અને સમીર મજામા રહેજો અને તબિયત સાચવજો.
સંધ્યા બોલી સારુ પપ્પા હું હવે આવતા ગુરુવારે ફોન કરીશ.આટલું બોલીકેશવપ્રસાદે ફોન કાપ્યો.વાત પુરી થઇ.અને કેશવપ્રસાદ પલંગ પર આડા પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા….
પુરો એક મહિનો પસાર થઇ ગયો.સંધ્યા અને કેશવપ્રસાદ વાતચીત કરતા રહેતા.પરંતુ સંધ્યાને વૈશાલી અને વિરાજ સાથે વાત કરવા મળતી નહીં.આ તરફ કેશવપ્રસાદ અવઢવમાં રહેતા.તો બીજી તરફ સંધ્યા પણ અકળ વિચારધારામાં અટવાતી રહેતી.
સંધ્યાને થતુ કે પપ્પા ભાઇ ભાભી સાથે વાત કરવા કેમ નથી દેતા ? કોઇને કોઇ બહાને તેઓ મને કેમ અટકાવે છે?
સમય પસાર થતો ગયો.દિવસ પછી રાત.રાત પછી દિવસ અને અવારનવાર ગુરુવાર આવતા જ ગયા.ભાઇ ભાભી સાથે વાત થઇ શકે જ નહીં. અહીં કેશવપ્રસાદ પ્રશ્નાર્થોમાં કરવટ બદલતા રહ્યા તો ત્યાં પણ સંધ્યાના ઉજાગરા વધતા ગયા.
અક સવારે ડોરબેલ રણકી.વૈશાલીએ બારણું ખોલ્યુ.સામે સંધ્યા અને સમીરને જોઇને તે ડઘાઇ ગઇ.વૈશાલીથી બોલાઇ ગયું અરે તમે લોકો અત્યારે? સંધ્યા કહે એ બધી વાત પછી.પહેલા અમને ઘમાં આવવાનું તો કહો પણ કંઇ નહીં, ઘર તો મારા પપ્પાનું છે ને? મને અને સમીરને રોકનાર કોણ?
સમીર અને સંધ્યા ઘરમાં પ્રવેશી ગયા.પલંગ પર બેસતાં જ સંધ્યાએ કહ્યું ભાઇ ક્યાં? વૈસાલી કહે એમની રુમમાં.તરત જ સંધ્યા સમીર સાથે વિરાજની રુમમાં ઘુસી ગઇ.તને તાડુકીને બોલી તમે બાપુજીને વડિલોના વડલે મુકી આવ્યા છે? ઘરડા ઘરમાં મુકી આવ્યા?
વિરાજ બોલી ઉઠ્યો તને કઇ રીતે ખબર? સંધ્યા કહે પપ્પાના રુમમાં રહેતા ભલા કાકાએ ગુપચુપ રીતે પપ્પાને ફોન ઉઠાવી મને બધી વિગત જણાવી દીધી હતી.તમે પપ્પાને ઘરડાઘરમાં મુકી આવીને મહા પાપ કર્યું છે.બાપના ઘરમાં રહીને તમે અહીં જલસા કરો છો અને બાપ આંસુડા સારે છે.
સંધ્યાએ મકાનની ચાવી માંગી લીધી અને ટીપોઇ પર પડેલા તાળાને ઉઠાવી વૈશાલી અને વિરાજને ઘરની બહાર નિકળવા કહ્યું.વિરાજ અને વૈશાલી ઘરની બહાર આવ્યા અને બારણે તાળુ મારી દીધું.સંધ્યા અને વિરાજે રીક્ષા કરી લીધી અને વૈશાલી અને વિરાજ સામે જોઇને કહ્યું તમે લોકો પણ અમારી પાછળ પાછળ વડિલના વડલે આવો.
આખો કાફલો વડિલના વડલે પહોંચ્યો.સમીર,સંધ્યા,વૈશાલી અને વિરાજને જોઇને કેશવપ્રસાદ એકપળ માટે ડઘાઇ ગયા અને દીકરીને ભેટી પડીને રડી પડ્યા.સંધ્યાએ પપ્પાની આંખના આંસુ લુછ્યા અને કહ્યું બોલો પપ્પા આપણા મકાનની ચાવી આમને આપી દઉં?કેમકે હું તમને અમેરિકા લઇ જવા માટે આવી છું.
દીકરી હું તો હવે સ્મશાનમાં પગ લટકાવી બેઠો છું.પાછલી અવસ્થાએ અમેરિકા આવીને શું કરીશ? મુડદા ઘરની આ ચાવી તારા ભાઇ ભાભીને આપી દે.વૈશાલી અને વિરાજને ખુબ જ પસ્તાવો થયો.બંને રડી પડ્યા.માફી માંગી.પપ્પાને પગમાં પડ્યા અને સંધ્યાને હાથ જોડીને કાલાવાલા કરતા કહ્યું અમે બાપુજીને સાથે લઇ જઇશું.વડિલના વડલાનો એ ઓરડો એ તમામ સ્વજનોના આંસુઓથી દરિયો બની ગયો.
કડવું છે પણ સત્ય છે.
હાસ્ય અને આંસુઓના બિંદુમાં રમતું આ જીવન કુદરતે બક્ષેલું અકળ રહસ્ય છે.