Gujarat

ઇડરમાં વરસાદની સાથે વીજળી પડતા બે પશુધનનું મોત

હિંમતનગર
ગુજરાતમાં તારીખ ૨૮ ની રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં પણ વરસાદની સાથે વીજળીના કડાકા જાેવા મળતા હતા તે સમયે ઇડરના કુંજ વિસ્તારમાં રહેતા લાલાભાઇ કરણભાઈ ભરવાડના ત્યાં એકાએક વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા હતા પ્રાપ્ત વિગત પ્રમાણે જાણવા મળે છે કે લાલાભાઇ કરણભાઈ ભરવાડ ની એક ગાય અને એક ભેંસ પર વીજળી પડતા બંને પશુઓના મૃત્યુ થયું હતું વીજળી પડતા બંને દુધાળા પશુઓ ના મોત નીપજતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા જે હોય તે પરંતુ વીજળી પડતા અબોલ પશુધનનું મૃત્યુ નીપજતા ભરવાડ પરિવાર પર આફત આવી પડી હોય તેવું દ્રશ્ય દેખાતું હતું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *