Gujarat

ઇણાજ ખાતે કલેક્ટર  એચ.કે વઢવાણીયાના અધ્યક્ષસ્થાને “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

જિલ્લામાં ૨૯ એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહ જાગૃતિ કાર્યક્રમ યોજાશે : તા.૨૪ થી ૨૬ એપ્રિલ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમનુ આયોજન.
 ગીરગઢડા
 ભરત ગંગદેવ
 ગીર સોમનાથ ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત’ના ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર  એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં કલેક્ટર  એ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને સ્વાગત સપ્તાહની ઉજવણી અંગે અવગત કરાયા હતા. તેમજ જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગ્રામકક્ષાના લોકોના પ્રશ્નોનુ નિરાકરણ ગ્રામકક્ષાએ જ  થાય અને જિલ્લાકક્ષા સુધી આવવુ ના પડે તે હેતુથી તા. ૧૭ એપ્રિલ સુધી ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવામા આવશે. તેમજ તેઓ  એ જિલ્લા અને તાલુકા સ્વાગત  ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોને લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત પંચાયત વિભાગના સંકલનમાં રહી બાયસેગ સેટકોમ દ્વારા તલાટી ,સરપંચ  અને ગ્રામ પંચાયત સભ્યોને તાલીમ અને નવા નિમણૂક પામેલા મામલતદાર  ઓ અને તાલુકા વિકાસ અધિકારી  ઓને મુખ્યમંત્રી  ના જનસંપર્ક કાર્યાલય  ખાતેથી તાલીમના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક કલેકટર  બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી  કે.વી.બાટી, ઉના પ્રાંત અધિકારી  જવલંત રાવલ, પુરવઠા અધિકારી  રાહુલ ગમારા, નાયબ કલેકટર  ભુમીકાબેન વોટલીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તુષાર જાની સહિતના અધિકારી  ઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય સબંધિત અધિકારી  ઓ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.
 ઉલ્લેખનીય છે કે, “સ્વાગત સપ્તાહ”ની ઉજવણીનો કાર્યક્રમ મુખ્યમંત્રી  ના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત’ની શરૂઆત તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી. જેના ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા “સપ્તાહને સ્વાગત” સપ્તાહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. લોકાભિમુખ વહિવટની બાબતથી નાગરિકો અવગત થાય અને લાભ મેળવી શકે તે હેતુથી જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ તથા ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જિલ્લામાં તા ૨૯–એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહનો અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.

IMG-20230413-WA0561.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *