Gujarat

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્રારા તા.૮ મે ૨0૨૩ વર્લ્ડ રેડ ક્રોસ રેડ ક્રેસેન્ટ ડે અને વર્લ્ડ થેલેસેમીયા ડે ની ઉજવણી રાજ્ય કક્ષાની કોન્કરન્સ “ થેલેકોન – ૨૦૨૩” તથા “થેલેસેમિયા સાથી” એપ્લીકેશન લોન્ચીંગ

ઉપરોકત કાર્યક્રમનાં મુખ્ય મહેમાન પદે શ્રીમતી રેમ્યા મોહન, IAS મીશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન બિરાજમાન થયા હતાં.
અતિથી વિશેષ તરીકે ડો. રાજેશ ગોપાલ, નિયામક, GSCBT તેમજ શ્રી અજયભાઇ પટેલ – ચેરમેન ગુજરાત રેડ ક્રોસ ઉપસ્થિત
રહયો હતા. કાર્યક્રમમાં થેલેસેમીક બાળકો તથા તેમનાં માતા-પિતાને મુંઝવતા પ્રશ્નોનાં નિરાકરણ અને થેલેસેમિયા સારવાર માટે
અઘતન સારવાર પધ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. થેલેસેમિક બાળકોની સાર-સંભાળ માટે વિશેષ યોગદાન,
આપનારને આ પ્રસંગે
સન્માનવામાં આવ્યા હતાં.
થેલેસેમીયા મેજર બાળકોને તજજ્ઞ ડોક્ટર્સ મારકતે માર્ગદર્શન મળી રહે તે હેતુથી તૈચાર કરવામાં આવેલ “થેલેસેમીયા સાથી”
એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યુ. જેમાં ગુજરાતનાં ૪૦ જેટલા તજજ્ઞ હિમેટોલોજીસ્ટ, પીડીયાટીશ્યન, ગાયનેકોલોજીસ્ટ,
ફીઝીશ્યન, જીનેટીશ્યન તથા જીનેટીક કાઉન્સેલર પેશન્ટસને જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે તથા એપ્લીકેશન મારફત પેશન્ટસ
પોતાની હેલ્થ સંબંધી સારવાર માટે જરૂરી માર્ગદર્શન ઘેર બેઠા નિઃશુલ્ક મેળવી શકશે.
ગુજરાત રેડ ક્રોસનાં ચેરમેનશ્રી અજયભાઇ પટેલે તેઓની આગવી શૈલીમાં જણાવેલ કે ડીઝાસ્ટર
મેનેજમેન્ટ રેડ ક્રોસની મૃખ્ય પ્રવૃત્તિ છે અને દરેક જીલ્લામાં કુદરતી તેમજ માનવ સર્જીત આપત્તિ સમયે પહોચી વળવા ડૉક્ટર્સ,
વકીલ, એન્જીનીયર્સ વિગેરેની એક ટીમ તૈયાર કરવાનું આયોજન છે જે આપત્તિ સમયે લોકોને સહાય – રાહત પહોંચાડી શકે.
ઉપરાંત જુનિયર – યુથ રેડ કોસ કાર્યક્રમ દ્રારા વિદ્યાર્થીઓને પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડી શકાય, લોકોનો જીવ બચાવી શકે
તેવી પ્રાથમિક સારવાર તાલીમ પણ રેડ ક્રોસ દ્રારા આપવામાં આવે છે. હાલ રાજ્યમાં રેડ ક્રોસની ૨૧ બ્લડ બેંક કાર્યરત છે બીજી
પ સરકારશ્રીની સહાયથી શરુ યનાર છે. ફુલ ૨૬ બ્લડ બેંક અને ૨૫ સ્ટોરજ સેન્ટર શરુ કરવાનું આયોજન છે જેથી કરીને
છેવાડાના ગામોમાં પણ કોઇ બ્લડયી વંચિત ન રહે અને ૧ કલાકના અંતરમાં જરૂતિયાતમંદને બ્લડ ઉપલબ્ધ કરાવી શકાય તેઓએ
અપીલ કડી કે સરકારશ્રી તરકથી સીવીલ ઢોસ્પિટલ કે અન્ય જગ્યાએ ઇન્ક્રાસ્ટક્ચર મળે તો આ બધી સેવાઓ ખૂબ સહેલાઇથી
જરૂરીયાતમંદને મળી રહેશે, ઉપરાંત થોડા સમયમાં ગુજરાત રેડ ક્રોસ દ્રારા ઉપરોક્ત સ્થળોએ. પેથોલોજી લેબોરટરી,
ફીઝીયોથેરાપી સેન્‍ટર, ડેન્ટલ વિભાગ અને જેનરીક મેડીકલ સ્ટોર શરુ કરવામાં આવનાર છે જે માટેની મોટાભાગની તૈયારી થઇ
ગઇ છે અને તેઓની પ્રવૃત્તિઓમાં ખૂટતા ભંડોળ માટે દરેક જીલ્લામાં ૩૬૫ દાતાઓને રેડ ક્રોસ સાથે જોડવાના
છે જેઓ આર્થિક રીતે જે તે શાખાને મદદ કરશે.
શ્રીમતી રેમ્યા મોહન, આઇ.એ.એસ. એ અધ્યક્ષ પદેથી પ્રવચનમાં જણાવેલ કે આજે લોન્ચ કરવામાં આવેલ “થેલેસેમીયા સાથી”
એપ્લીકેશન દ્રારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા તેને સંલગ્ન દરેક ઘેર બેઠા એપ. નો લાભ લઇ શકશે જે તેઓના માટે આશિર્વાદ
સમાન છે અને થેલેસેમીયા કેર ગીવર્સ માટે પણ તે એક લાઇફલાઇન બની રહેશે. વધુમાં તેઓએ જણાવેલ કે તેઓ ઇન્ડિયન રેડ
ક્રોસ સોસાયટી સાથે ઘણાં વર્ષાયી જોડાયેલ છે અને કલેક્ટર તરીકે રાજકોટ, વલસાડ, નવસારી તથા અન્ય જીલ્લાઓમાં રેડ
ક્રોસનાં પદાધીકારીઓ. અને ઓફીસર્સનો ખૂબજ સક્રીય, પોઝીટીવ અને ઇન્ટિગ્રીટી.સાથે કામ કરવા વાળા છે, સંસ્થામાં
સેવાકીચ પ્રવૃત્તિઓ ઇમાનદારીથી થાય છે તેનાં તેઓ સાક્ષી છે. તમે બધા ખૂબજ મહત્વનાં પાર્ટનર છો કોઇ પણ સેવાકીય ક્રાર્ય
સરકારશ્રી કરે પોલીસી બનાવે, ગ્રાન્ટ ફાળવે પરંતુ તેને ફીલ્ડ સુધી પહોંચાડવાના કાર્યમાં રેડ ક્રોસ જેવી સંસ્થાઓ સાથે રહે તો
આવા કર્યો ખુબજ સકળ યાય છે. તમામ
કાર્યોમાં રેડ ક્રોસ સહકાર આપી રહેલ છે તે બદલ અભિનંદન.
ડો.રાજેશ ગોપાલ, ડો.પ્રકાશ પરમાર, શ્રી સંજય શાહે પ્રસંગને અનુરુપ માર્ગદર્શન આપ્યુ હતું. ડો.
મુકેશ જગીવાલા એ આભાર વિધિ કરી હતી.
ઉપરોક્ત પ્રેસનોટ આપનાં દૈનિક અખબારમાં પ્રસિઘ્ધ કરવા નમ્ર વિનંતી છે.

IMG-20230508-WA0238.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *