Gujarat

ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું

અમદાવાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. હકિકતમાં આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. ૨જી જુલાઈ ૨૦૨૧ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ આઈપીસી કલમ ૨૬૯,૧૮૮, અંતર્ગત ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧(બી) અને જી.પી એક્ટ કલમ ૧૩૫(૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *