રાણપુર ગ્રામ પંચાયત દ્વારા પાંજરાપોળના અબોલ પશુઓ માટે ૧.૬૫ લાખનો ફાળો એકઠો કરી અર્પણ કર્યો….
સરપંચ ગોસુભા પરમાર,તલાટી,પંચાયતના સભ્યો અને કર્મચારીઓએ બે દિવસ સુધી ફાળો એકત્ર કર્યો….
ઉત્તરાયણ નો તહેવાર એટલે દાન અને પુણ્ય કરવાનો તહેવાર માનવામાં આવે છે લોકો ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય કરે છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન બે દિવસ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં પતંગ,દોરી અને શેરડી ની ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ બે દિવસ દરમ્યાન રાણપુર ગ્રામ પંચાયત દ્વારા રાણપુર પાંજરાપોળના ૧૩૦૦ જેટલા અબોલ પશુઓ માટે સ્ટોલ ઉભો કરી ફાળો એકઠો કરવામાં આવેલ.રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,તલાટી કમ મંત્રી ભરતભાઈ મેવાડા,જીતુભાઈ ચાવડા તેમજ પંચાયતના ઉત્સાહી સભ્યો અને કર્મચારીઓ સતત બે દિવસ સુધી સ્ટોલ ખાતે હાજર રહી ત્યાથી પસાર થતા લોકો પાસેથી દાન માંગી પાંજરાપોળના ૧૩૦૦ અબોલ પશુઓ માટે રૂપિયા ૧,૬૫,૧૫૧ એકઠા કરી પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યા હતા.તા.૧૩ અને ૧૪ બે દીવસ સુધી ફાળો એકઠો કરેલ અને લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.પુર્વ સરપંચ મનહરભાઈ પંચાળા,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,વેપારી આગેવાન રેમતુભા પરમાર સહીતના સેવાભાવી લોકો હાજર રહી આ કાર્યને પ્રોત્સાહન આપ્યુ હતુ.તેમજ રાણપુર શહેર માલધારી સમાજ દ્વારા પાળીયાદ ત્રણ રસ્તા અને માલધારી ચોક પાસેથી પાંજરાપોળના અબોલ પશુઓ માટે ૭૦ હજાર નો ફાળો એકઠો કરી પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યો હતો.રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા રાણપુર ગ્રામ પંચાયત અને માલધારી સમાજ નો આભાર માનવામાં આવ્યો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


