ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા મિશન લાઈફ કાર્યક્રમ નો આરંભ કરવામાં આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લા માં ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 26 મી મે 2023 ના રોજ ખનીજ કમ્પાઉન્ડ કોમન હોલ ખાતે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના 50 જેટલા વિદ્યાર્થી ઓને ઊર્જા બચાવો, પાણી બચાવો, પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરશો વગેરે વિષય પર જાગૃતિ ફેલાવતો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમ માં નિષ્ણાંત તરીકે રાજેશ એસ બધેલ, ફેઝાન મફત તથા મહેશ ભાઈ રાઠવા દ્વારા બાળકોને ફિલ્મ શો, ppt પ્રેઝેન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવી તેમજ ઊર્જા ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ના ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા કો ઓર્ડીનેટર તેમજ વિજ્ઞાન કેન્દ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું તથા કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


