ગીરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લા ભાજપા ના પ્રમુખ પદે નવા વરાયેલા મહેન્દ્રભાઈ પિઠીયા આજરોજ ઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મુલાકાત લેવા માટે પધારેલ હતા ત્યારે ઉના શહેરના નગરપાલિકા હસ્તક ના ટાઉનહોલમાં યોજાયેલ એક મિટિંગમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા મહામંત્રી વિશાલભાઈ વોરા મંત્રી રાજુભાઇ ડાભી, જીલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ હિતૅષભાઈ ઑઝા, તાલુકા ભાજપા પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા તથા નરેશ ત્રાપસિયા.ડાયાભાઇ જાલોધરા.ધીરુભાઈ ખોખર.વિશાળ વોરા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો બુથના પ્રમુખ ઓ શક્તિ કેન્દ્રના પ્રભારીઓ સંયોજકો તથા વાલીઓની વિશાળ હાજરીમાં જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પિઠીયા એ જણાવેલ કે આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં 93 ઉના વિધાનસભા મત વિસ્તારમાંથી આપણી પાર્ટીને ઐતિહાસિક લીડ ની આશા છે તો દરેક કાર્યકરો અત્યારથી જ સંગઠનાત્મક કાર્યક્રમમાં લાગી જાય અને આવનાર દિવસોમાં પાર્ટીનો શ્રેષ્ઠ દેખાવ ઉના વિધાનસભામાં થાય તેવી તેમણે આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી તૅવી જ રીતૅ ઉના શહેર ભાજપા ના હૉદૅદારૉ ઍ પણ નવનિયુક્ત પ્રમુખ મહૅન્દ્રભાઈ પીઠીયા નું હર્ષભૅર સ્વાગત કર્યું હતું


