ઉનાના ઓલવણ ગામે આહીર સમસ્ત કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં
આજે પ્રથમ દિવસે 31 પોથી ડી જેના તાલે શોભાયાત્રા નિકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ઓલવાણ ગામની શેરી, ગલીઓ તેમજ સમસ્ત ઓલવાણ ગામમાં અબીલ ગુલાલ તેમજ પુષ્પ વર્ષા સાથે વૃંદાવન જેવો માહોલ
સર્જાયો હતો. આ ભાગવત સપ્તાહના શાસ્ત્રી ર્ડો મહાદેવ પ્રસાદ મહેતા સાત દિવસ પોતાના વાણી દ્વારા ભાગવત સપ્તાહનું
અનુસ્થાન કરશે. તેમજ આ સાત દિવસોમાં નુસિંહ જન્મ, રામ જન્મોત્સવ, ગોવર્ધન પૂજન, સુદામા ચરિત્ર, કૃષ્ણ જન્મનંદ
મહોત્સવ સહીત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ પણ યોજાવામાં આવશે. તેમજ તા. 25 ના રોજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન
કરવામાં આવ્યું છે. જેમાં રાજભા ગઢવી, મીરાબેન આહીર તેમજ સાગરદાન ગઢવી જેવા કલાકાર પણ ડાયરાની રમઝટ બોલાશે.
ભરતભાઈ કછોટ જણાવેલ કે ભાગવત સપ્તાહ કરવાનો હેતુ માત્ર પિતૃ મોક્ષ જ નહીં પણ સમાજના શિક્ષણ વધે અને વ્યશન મુક્ત
રહે તે માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


