ઉનાના ડમાશા ગામે રહેતા અને અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા આર્મી જવાન લાલજીભાઈ કે બાંભણિયાનું તા. 22 નવે.2022
નાં ફરજ પર વિર જવાન શહીદ થઇ ગયા હતા. આ આર્મી જવાનનું પોતાના ગામ ડમાશા થી નજીક ઊના-વેરાવળ નેશનલ હાઇવે
રોડ પર આવેલ કેસરિયા ગામ પાસે ઓવરબ્રિજ નીચે શહીદ લાલજીભાઇ બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ
શહીદ માર્ગ નામ આપી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શહીરના નામે માર્ગ અનાવરણ કાર્યક્રમમાં આર્મી ગ્રુપ તેમજ શહીદ
લાલજીભાઇના પરીવારજનો તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને શહીદ લાલજીભાઇને ફુલહાર તેમજ વિધીવત
શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ તકે આર્મી ઓફીસર જગદીશભાઈ બાંભણીયા એ જણાવેલ કે લાલજીભાઇના સ્મરણાર્થે
શહીદ સમારકનું નિમાર્ણ કર્યુ છે. અને જે કોઇ લોકો આર્મી જવાનોનું હંમેશા સંન્માન કરતા રહે અને આ સ્મરણાર્થે કેસરીયા થી
ડમાશા ગામ સુધીના રોડને પણ શહીદ લાલજીભાઇ માર્ગ નામ આપવામાં આવ્યુ છે.


