ઉનાનાં નામાંકિત ગાયનેક તબીબ દ્વારા દરેક વિષય પર સમજણ અપાય….
ઊનાના ભાચા ગામે આવેલ બીએચ..નાંડોળા શૈક્ષણિક સંકુલ આયોજીત વિધાર્થીઓનાં સર્વાગી વિકાસને ધ્યાને રાખીને ભાચા,
ભડીયાદર, વાજડી,ધોકડવા,કાધી,પડા અને આજુબાજુના વિસ્તારમાં ધો. ૮ થી કોલેજ સુધીના વિદ્યાર્થીનીનાં સર્વાગી વિકાસ
સ્વાસ્થ્ય સંબંધિત સેમિનાર હુમેન હેલ્થ એવરેસ્ટનો ભવ્ય કેમ્પ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં દિકરીઓ હાજર રહી હતી સામાન્ય રીતે સમાજમાં સ્ત્રી ઓના શારીરીક કે અંગત પ્રશ્ર્નોના પ્રત્યે ધ્યાન પુરું
આપવામાં નહિં આવતું હોવાનાં કારણે આગળ જતાં પુખ્તવયની દીકરીને અંગત રોગો માસિકસ્ત્રાવ ગર્ભધારણ વખતે અનેક તકલીફો
વેઠવી પડે છે ઘણી વખત માતા દિકરીઓ વચ્ચે મિત્રતા ભર્યા સંબંધોનાં અભાવે પણ ઘણી સમસ્યા સર્જાય છે.
ભાચા ગામે બી એચ નાંડોળા શૈક્ષણિક સંકુલનાં ટ્રસ્ટી મંડળ અને સંચાલકો દ્વારા ઉનાનાં નામાંકિત સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેકલોજી
ડો.અલ્કાબેન વકીલ તેમજ ડો.આશિષ વકીલને નિમંત્રિત કરી શૈક્ષણિક કેમ્પસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દિકરીઓને મુંઝવતા
પ્રશ્ર્નોના સવાલ જવાબ અને માર્ગદર્શન આપેલ હતું.
સ્ત્રીઓ સંબંધિત માસિકસ્ત્રાવ સ્ત્રાવ દરમ્યાન ચોક્સાઈ રાખવાં અને પુખતવય દરમ્યાન શરીરમાં થતાં શારીરીક બદલાવ
ગર્ભધારણને લગતી બાબતો પોષણ યુગ આહાર જેવી મહત્વની બાબતો અંગે સમજણ અપાય હતી. આ ઉપરાંત નાની ઉમરે
થાયરોઈડ, બી પી, ડાયાબિટીસ, બ્લડ સેમ્પલ, સ્લાઈડ્સનાં રીપોર્ટ તૈયાર કરીને નાની ઉંમરે થતાં રોગોની સારવાર લઈને ગંભીર થતાં
રોગો અને સ્ત્રીધારણ સમયે સર્જાતી સમસ્યાઓને અટકાવી શકાય છે. જેવાં વિવિધ વિધ શિષ્યો પર ખુબજ સરળ ભાષામાં સમજણ
આપી હતી.
આ ક્ષણે વિદ્યાર્થીનીઓ અને તેમનાં માતા દ્વારા પૂછવામાં આવતા પ્રશ્ર્નોના સંતોષ પુર્વક નિરાકરણ લાવવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ અંતે સંસ્થાનાં પ્રતિનિધિ મંડળ વિદ્યાર્થીનીઓ માટે એકમાં માતા કરતાં દિકરીઓ માટે શ્રેષ્ઠ મિત્ર સંબંધથી બંધાશે તો
ઘણાજ સ્ત્રીરોગના નિરાકરણ લાવવા સરળ બની રહેશે. અને પુખ્તવયની દીકરીને અંગત માર્ગદર્શન હેઠળ તેની જીંદગી તંદુરસ્ત રાખી
શકાય છે. તેના પર આયોજક અને નિષ્ણાંત ગાયનેક તબીબ દ્વારા અનુરોધ કરાયો હતો. આ તકે સંસ્થા દ્વારા તબીબને સન્માનિત
કરવામાં આવ્યા હતા.
