ઉનાના મેણ ગામે વડલા ચોકમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી હતી. જે સ્થળ પરથી
૬ જુગારીઓને રોકડ રકમ સાહિત્ય સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉના તાલુકાના મેણ ગામે અશરફ અબ્દેરહેમાન જેઠવા, હનીફ મુસા બુભાણી, દિલાવર રજાક જેઠવા, સાબિર ઇબ્રાહિમ મન્સૂરી રહે.
મેણ, સફી દાદા જેઠવા મન્સુરી રહે.ઉના, અસરફખાન કેસરખાન પઠાણ રહે.મેણ આ તમામ શખ્સો ગામમાં આવેલ વડલા ચોકમાં
જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતાં સર્વેલન્સ સ્કોડ ટીમ સ્થળ પર દોડી જઇ રેઇડ કરી હતી. ત્યા
જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૬ શખ્સો પાસેથી રોકડ રકમ સહિતનો કુલ રૂ.૧૮.૭૪૦ નો મુદ્દામાલ પકડી પાડી ધોરણસરની
કાર્યવાહી હાથ ધરેલ હતી….