ઉનાના સંજવાપર ગામે સરકારી સ્કૂલમાં નોકરી કરતો રાજેન્દ્ર અગરાજી રાજપૂતે ઉનામાં કપડાંની દુકાન ધરાવતા વેપારી વિનોદભાઈ
વાઘેલા પાસે અવાર નવાર કપડાં ખરીદવા જતાં હોય અને મિત્રતા થઈ હોય 2018 માં રાજેન્દ્રએ હાથ ઉછીના પૈસા માંગતા
વિનોદભાઈ એ બીજા પાસેથી લઇને રૂ. 6 લાખ ૫૦ હજારની રકમ આપેલ હતા. અને એ પૈસા પંદર દિવસમાં પરત આપવાનું વચન
આપ્યું હતું. પરંતુ તે પૈસા પરત આપવાને બદલે સમય માંગતા રહેતા હોય અંતે કંટાળીને શિક્ષકે આપેલ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન
થયો હતો. અને નેગોશીયેબલ કલમ 138 મુજબ કેસ કરેલ હતો. આ કેસનો ચુકાદો અદાલતે આપતા આ શિક્ષકને 1 વર્ષની કેદ અને
રૂ. 7 લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ શિક્ષકની બદલી તાલાલા થઈ છે અને શિક્ષકને સજા થતાં શિક્ષક
આલમમાં ચકચાર મચી જવા પામી છે..