વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ બનાવી તેનું વેચાણ કર્યું હતું…જેમાં છાત્રોએ રૂ.3500 જેવો નફો પણ કર્યો આ નફામાંથી પતંગ ઉત્સવની
ઉજવણી કરશે.
ઉનાના સનખડા કુમાર પે સેન્ટર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 14 વિભાગમાં બાળકોએ ટીમ
બનાવી અને તેમાં બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં મસાલા મેગી, દાબેલી, વડાપાવ, ચાઈનીઝ સમોસા, ભૂંગળા બટાકા,
પાણીપુરી, બટાકા પૌવા, અમેરિકન મકાઈ, રગડા ભેળ, લીંબુ શરબત, વરિયાળી શરબત, સેવ ખમણ જેવા વિભાગોમાં છાત્રો દ્વારા
વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવી હતી. અને આ વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ શાળામાં કરવામાં આવેલું હતું.
જેમાંથી બાળકોએ અંદાજિત 3500 જેવો નફો પણ કર્યો હતો. આ પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ ઉત્સાહ સાથે લાગણી ફેલાઈ હતી. આ
આનંદ મેળામાં જે નફો થયો તેમાંથી બાળકોને પતંગ ઉત્સવની ઉજવણી કરાવવામાં આવશે. જેમાં વાલીઓ, ગામના આગેવાનોનો
પણ ખૂબ જ સહયોગ મળેલ હતો. આ આનંદ મેળામાં શાળાના આચાર્ય પટેલ સતીશકુમાર નટવરભાઈ તથા સ્ટાફ પરિવારે જહેમત
ઉઠાવી આ આનંદ મેળો સફળ બનાવેલ હતો. અને શાળાના શિક્ષકો દ્વારા છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા.


