Gujarat

ઉનાના સામતેર પ્રા.શાળામા પ્રજાસત્તાક દિનની નિમિત્તે વરરાજાએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઘોડે ચડી પરણવા ગયા..  

ઉનાના સામતેર પ્રા.શાળામા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રહેતા યુવાનના આજની 26 તારીખે લગ્ન
હોય વરરાજા એ લગ્ન કરવા જાય તે પહેલા સવારે શાળાએ પહોચ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની હાજરીમાં
રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઘોડે ચડી પરણવા ગયા હતા.
સામતેર ગામે 26 જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયત સંચારિક હાઈસ્કૂલ દ્વારા પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
હતી. આ પ્રસંગે ગામના યોગેશભાઈ કનુભાઈ ગોહિલના લગ્ન હોય તેમની જાન ઉમેજ ગામે જતી હોય તેઓ લગ્ન પહેલા સામતેર
ગામની ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તેઓ ઉમેજ ગામે જાન જોડીને પ્રભુતામાં પગલાં પાડવા માટે
જાન રવાના થઈ હતી. અને આ શાળામાં વરરજા દ્રારા બાળકોને 1,000 નો પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યુ હતું.

-પ્રા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *