ઉનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સૈયદ રાજપરા પ્રા.શાળામાં સરકારનો ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયેલ જેમાં દુષ્કર્મ, છેડતી તથા જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ આપના અધિનિયમ પોકસોની કલમ મુજબ ગત તા.ર૦ ડીસે. ચીખલી ગામની ઘટનાને લઈ આવા બનાવમાં નાના બાળક બાળકીઓ ભોગ બનતા અટકાવવા સૈયદ રાજપરા ગામની પ્રા. શાળામાં સરકારનો ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ નવાબંદર મરીન પોલીસ દ્વારા યોજાયો હતો.
સૈયદ રાજપરા ગામની પ્રા.શાળા ખાતે સરકારની ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમો યોજી બાળકોને ગુડ ચ બેડ ટચ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જેમાં ધો. ૧ થી ૮ ના ૨૦૦ થી વધુ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. અને બાળકોને કોઇ અજાણ્યા કે જાણીતા વ્યક્ત કોઇ એવી જગ્યાએ સ્પર્શ કરે તો તેની જાણ તાત્કાલીક માતા-પિતાને અથવા તો પોતાના વર્ગ શિક્ષકને કરવી તેમજ કોઇ આજાણો વ્યક્તી કોઇ ચીજ વસ્તુ આપવાનું કહી પોતાની સાથે બોલાવે તો નહિ જવા અને તાત્કાલીક માતા પિતા અથવા સગા સંબંધી અથવા તો વર્ગ શિક્ષકને જાણ કરવી તેમજ કોઇ વ્યક્તી બળજબરી પૂર્વક પોતાની સાથે લઇ જાય તો જોર જોરથી ચીસો પાડવી અને રોવા માડવુ જેથી કરી અને આજુબાજુના લોકોને ખબર પડે તેમજ આવી હકીકત જાણ તેના વાલીને અથવા તો સગાને કરી શકે વિગેરે બાબતોનું જરૂરી માર્ગદર્શનન આપવામાં આવ્યુ હતું.