ઊનામાં લલિતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ.આર.ભટ્ટ સ્કૂલ દ્વારા વૈવિધ્યસભર પ્રદર્શનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા જાતે બનાવેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓ, વિજ્ઞાન મેળો, વ્યવસાયિક પ્રદર્શન અને ફૂડ સ્ટોલ દ્વારા
જીવન ઘડતરના પાઠ શિખવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના પ્રમુખ ભરતભાઈ ભટ્ટ તથા પુરોહિતના હસ્તે
કરાયું હતું. તેમજ આમંત્રિત મહેમાનો, સ્વનિર્ભર શાળાના સંચાલકઓ થતાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી બાળકોની
પ્રવૃત્તિઓ નિહાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી સ્વરાજભાઈ ભટ્ટ તથા શાળા સ્ટાફ તરફથી
પ્રકાશભાઈ મેવાડા ,જયબેન જોષી તથા સહ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


