Gujarat

ઉનામાં રૂ.૬ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર રેવન્યુ ક્વાર્ટરનું ભુમિ પુજન ધારાસભ્ય હસ્તે કરાયુ.

ઉનામાં મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ માટે રહેઠાણ માટે રૂ. ૬ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર રેવન્યુ
ક્વાર્ટરનું વિધિવત ભુમિ પુજન ધારાસભ્યના વરદ હસ્ત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, જીલ્લા, તાલુકા અને
શહેરના હોદેદારો સહીત ઉપસ્થિત રહ્યા હતા.

ઉના તાલુકાની મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ માટે રહેઠાણની કોઈ ચોકકસ સુવિધા
ગુજરાત સરકાર દ્વારા ઉપ્લબ્ધ થયેલ ન હોય આ બાબતે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ખાસ અગ્રતા આપીને સરકારમાં રજૂઆત કરતા
ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તક આગામી સમયમાં નિર્માણ થનાર રેવન્યુ ક્વાર્ટરના રૂ. ૬.૨૦ કરોડના કામનું
ભુમિ પુજન તથા ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદ હસ્તે સમારોહ યોજાયેલ હતો. રેવન્યુ કર્મચારીઓ માટેના ૩૦ બ્લોક
તથા મામલતદારના નિવાસ સ્થાન સાથેના આ પ્રોજેટની આધારશીલા રાખવાના પ્રસંગે નાયબ કલેકટર જેએમ રાવલ, મામલતદાર
આર આર ખાંભરા, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાભી, પ્રકાશભાઈ ટાંક, શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ, મહામંત્રી
સુનિલભાઈ મુલચંદાણી, કાંતીભાઇ છગ, ન.પાલીકાના નગર સેવકો પરેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ બાંભણીયા, બાબુભાઈ
ડાભી, રામજીભાઈ વાજા, રાજેશભારથી ગૌસ્વામી, ધીરૂભાઇ છગ તથા માર્ગ મકાન વિભાગના સિનિયર અધિકારીઓ તથા
શહેરીજનો સહીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

.૬-કરોડથી-વધુના-ખર્ચે-નિર્માણ-થનાર-રેવન્યુ-ક્વાર્ટરનું-ભુમિ-પુજન-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *