ઊના તા.૨૮ ના રોજ આખા ગુજરાત રાજ્યમાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત પોલીઓ રસી કરણ ઝુંબેશ હાથ ધરવામાં
આવી હતી. જેમાં ઉના તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરૂઆના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના તમામ
પ્રા.આ.કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, અને સરકારી દવાખાનામાં તેમજ તમામ ગામોમાં ગામના સરપંચ તથા આગેવાન અને વિસ્તારના
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પોલિયો બુથનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કાજરડી ગામે તાલુકા
પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા અને ઉના ટાવરચોક ખાતે નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન બાંભણિયા અને ધીરૂભાઈ
છગ દ્વારા પોલીઓ બુથનું દીપપ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દુમાતર
અને ડો.જગદીશ પાંપણીયા હાજર રહ્યા હતા. અને સરકારના બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને
પોલીઓની રસીના 2 ટીપા પીવડાવી આ અભિયાનને સાર્થક બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ દિવસે
ઉના તાલુકાના 27,205 (84%) બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.


