ઉના નાં નવાબંદર ગામે ધર માં રાખેલ કબાટમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદી નાં દાગીના ની કોઈ હરામખોર ચોરી કરી લઇ જતા આ બાબતે નવાબંદર પોલીસ એ ગુન્હો નોંધી તપાસ કરવાં નાં બદલે સામાન્ય અરજી લઈ નિષ્ક્રિય બની જતાં લોકો માં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે
આ બાબતે નવાબંદર ગામે રહેતા સીમાબેન રમેશભાઈ સોલંકી વણાક બારીયા પોતાના ઘરે ગત તારીખ ૬/૪ /૨૦૨૩ નાં રોજ ધર માં રાખેલ કબાટ માં સોના ચાંદી નાં દાગીના તેમજ રોકડ રૂપિયા રાખી ને ધર બંધ કરી મંજુરી કામે ગયેલ હોય સાંજના સમયે પરત આવતાં કબાટ ખુલ્લો જોતાં અને માલ સામાન વેરવિખેર પડલ હોય તપાસ કરતાં દાગીના તેમજ રોકડ રૂપિયા નહીં જોવાં મળતાં તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસે અરજી લઈ ને તસ્કરો ને જડપી પાડવાં તપાસ કરવાં નાં બદલે આટલો લાંબો સમય વિતવા છતાં કોઈ તપાસ નહી થતાં આ વિસ્તાર નાં માછીમારો માં પોતાનાં કિંમતી ધરવખરી તેમજ દાગીના રોકડ રકમ ની અસલામતી અનુભવતા હોય આ બાબતે નવાબંદર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને ચોરી ચપાટી કરતાં આવારા તત્વો ને જડપી પાડવાં અને ચોરીના મુદ્દામાલ ને શોધી કાઢી કબ્જે કરવા માંગણી ઉઠવા પામી છે
અંતે યાદ આપવું જરૂરી છે કે નવાબંદર ગામે રહેતા માછીમારો લોકો રાત દિવસ મહેનત મજૂરી કરવાં દરીયા કીનારે રહેતાં હોય પોતાનાં ધર માં કિંમતી ધરવખરી તેમજ દાગીના રોકડ રકમ પોતાનાં ધર નાં અંદર કબાટ માં રાખી જતાં હોય છે આવાં સમયે તક નો લાભ ઉઠાવી ચોરી કરનાર તત્વો ગરીબ ધરો ને નિશાન બનાવી ધર માં ત્રાટકી શહેલાય થી કિંમતી ધરવખરી ચોરી જતાં હોવાનાં બનાવો દીન પ્રતિદિન વધી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે
